ETV Bharat / bharat

Sanitation Worker Death : ગટર સાફ કરતી વખતે સફાઈકર્મીના મોત મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો - મેન્યુઅલ સ્કેવેન્જીંગ

ગટર સાફ કરતી વખતે સફાઈ કામદારોના મોતના મામલામાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે પીડિત પરિવારને 30 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ સાથે જુઓ ગટર સાફ કરતી વખતે સફાઈકર્મીઓના મોતના ચોંકાવનારા આંકડા...

Compensation Sanitation Workers
Compensation Sanitation Workers
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 1:58 PM IST

નવી દિલ્હી : દેશમાં ગટરની સફાઈ દરમિયાન સફાઈ કર્મચારીઓના મૃત્યુની ઘટનાઓને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારી અધિકારીઓએ મૃત્યુ પામેલા લોકોના પરિવારને 30 લાખ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે, ગટર સાફ કરતી વખતે કાયમી અપંગતાનો ભોગ બનેલા લોકોને લઘુત્તમ વળતર તરીકે રૂ. 20 લાખ ચૂકવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો : ખંજપીઠે વધુમાં કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સુનિશ્ચિત કરવું જોઈએ કે મેન્યુઅલ સ્કેવેન્જીંગ એટલે કે હાથથી મૈલા સાફ કરવાની પ્રથા સંપૂર્ણપણે નાબૂદ થાય. આ ચુકાદો સંભળાવતા જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે કહ્યું કે, જો સફાઈ કર્મચારી અન્ય વિકલાંગતાથી પીડિત હોય તો અધિકારિઓએ રૂપિયા 10 લાખ સુધી ચૂકવવા પડશે. ઉપરાંત કોર્ટે ઘણી સૂચનાઓ જારી કરી હતી જેને વાંચીને જણાવવામાં આવી ન હતી.

સફાઈકર્મીના મોતના ચોંકાવનારા આંકડા : ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે આવી ઘટનાઓ ન બને તેની ખાતરી કરવા માટે સરકારી એજન્સીઓએ સંકલન કરવું જોઈએ અને વધુમાં હાઈકોર્ટને ગટરની સફાઈ કરતા સમય થતા મૃત્યુના સંબંધિત કેસોની દેખરેખ કરતા અટકાવવી જોઈએ નહીં. આ નિર્ણય જાહેર હિતની અરજી પર આપવામાં આવ્યો છે તથા વિગતવાર આદેશની રાહ જોવાઈ રહી છે. જુલાઈ 2022 માં લોકસભામાં નોંધવામાં આવેલ સરકારી ડેટા અનુસાર ભારતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગટર અને સેપ્ટિક ટાંકીઓની સાફ કરતી વખતે ઓછામાં ઓછા 347 લોકોનું મૃત્યુ થયું હતું. જેમાં 40 ટકા મૃત્યુ ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને દિલ્હીમાં થયા હતા.

  1. SC on Murder Case : સુપ્રીમ કોર્ટે હત્યા કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતાં કહ્યું, પ્રોસિક્યુશન કેસમાં ઘણી ખામી
  2. Finolex Cables Case: ફિનોલેક્સ કેબલ્સ કેસમાં સુપ્રીમ કોર્ટે NCLAT સભ્યોને તિરસ્કારની નોટિસ જારી કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.