ETV Bharat / bharat

તમિલનાડુ વિધાનસભામાં રાજ્યપાલે નકારેલા 10 બિલ પ્રાસ્તાવિત થયા, રાજ્યપાલ દિલ્હી રવાના થશે - રાજ્યપાલે નકાર્યા

તમિલનાડુ વિધાનસભાનું સત્ર શરુ થઈ ગયું છે. જેમાં રાજ્યપાલ દ્વારા પરત મોકલેલા 10 વિધેયક પુનઃ પસાર કરવામાં આવ્યા. આ દરમિયાન રાજ્યપાલ દિલ્હી જશે તેવા સમાચાર સામે આવ્યા છે. Tamilnadu Governor leave for Delhi today 10 bills in assembly

તમિલનાડુ વિધાનસભામાં રાજ્યપાલે નકારેલા 10 બિલ્સ પ્રાસ્તાવિત થયા, રાજ્યપાલ દિલ્હી રવાના થશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2023, 5:28 PM IST

ચેન્નાઈઃ તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિ આજે સાંજે ચેન્નાઈથી નવી દિલ્હી જવા રવાના થવાના છે. તમિલનાડુ વિધાનસભાનું વિશેષ સત્ર શનિવાર, 18મી નવેમ્બર સવારે 10 કલાકે મુખ્ય સચિવાલય, ચેન્નાઈમાં શરુ થયું હતું. આ બેઠકમાં તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને એક અલગ પ્રસ્તાવ રજૂ કર્યો. ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન સ્ટાલિને રાજ્યપાલ દ્વારા પરત મોકલેલા 10 બિલ્સ ફરીથી પ્રસ્તાવિત કર્યા હતા.

આ વિશેષસત્ર બાદ તમિલનાડુ વિધાનસભા અધ્યક્ષ અપ્પાવુએ જાહેરાત કરી કે મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિન દ્વારા લાવવામાં આવેલા સરકારના અલગ પ્રસ્તવાને ધ્વનિ મતના માધ્યમથી સર્વ સંમતિથી પ્રસ્તાવિત કરવામાં આવ્યું. આ બિલ્સને રાજ્યપાલે કોઈ કારણ વિના જ પરત મોકલી દીધા હતા. આ બિલ્સ તમિલનાડુ વિધાનસભામાં ફરીથી પ્રસ્તાવિત થયા. રાજ્યપાલ દ્વારા પરત મોકલેલા 10 બિલ્સને વિધાનમંડળમાં ફરીથી પ્રાસ્તાવિત કરીને રાજ્યપાલ પાસે ફરીથી મોકલ્યા છે. આ ઘટના બાદ અચાનક રાજયપાલ દિલ્હી જવા રવાના થવાના છે.

એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે આજે સાંજે તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કાયદા નિષ્ણાંતો સાથે મુલાકાત કરશે. આ મુલાકાત માટે રાજ્યપાલ દિલ્હી રવાના થશે. રાજ્યપાલ પોતાની સાથે મુખ્ય સચિવ, સહાયક અને સુરક્ષા અધિકારી પણ સામેલ થશે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુ સરકારનો રાજ્યપાલ વિરુદ્ધ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે સુનાવણી આવતીકાલે 20 નવેમ્બરે થવાની છે. આ સંદર્ભે પણ રાજ્યપાલ દિલ્હીની મુલાકાત લેવાના છે.

  1. Sanatan Dharma Controversy: મદ્રાસ હાઈ કોર્ટમાં સનાતન ધર્મ વિવાદ મુદ્દે ઉદયનિધિના વકીલે દલીલો રજૂ કરી
  2. Stalin Comments on PM: વડાપ્રધાન મોદી ત્રીજીવાર સત્તામાં ન આવવા જોઈએઃ સ્ટાલિન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.