- ટેક્સટાઇલ સેક્ટર માટે પ્રૉડક્શન લિંક્ડ ઇન્સેંટિવ સ્કીમને મંજૂરી
- 5 વર્ષમાં 10,683 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે સરકાર
- આ સ્કીમથી 19,000 કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ આવવાનું અનુમાન
ન્યુઝ ડેસ્ક: ખેડૂત આંદોલનની વચ્ચે સરકારે એક મોટું પગલું ઊઠાવતા અનેક રવિ પાકોની MSP વધારી દીધી છે. ખેડૂતોને સપોર્ટ આપવા માટે મસૂર અને તેલીબિયાંની MSP સૌથી વધુ વધારી છે. MSP વધારવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યુનિયન કેબિનેટ બેઠકમાં થયો.
રવિ પાકોની MSPમાં વધારો કર્યો
સરકારે પાક વર્ષ 2022-23 માટે મસૂર અને સરસવના લઘુત્તમ ટેકાના ભાવમાં 400-400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કર્યો છે. ચણાની MSPમાં 130 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો કર્યો છે. ઘઉંનું સમર્થન મૂલ્ય 40 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને 2015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યું છે. જવની MSP 35 રૂપિયા પ્રતિ ક્વિંટલ વધારવામાં આવી છે.
PLI સ્કીમને પણ મંજૂરી
યુનિયન કેબિનેટની બેઠકમાં ટેક્સટાઇલ સેક્ટર માટે પ્રૉડક્શન લિંક્ડ ઇન્સેંટિવ (PLI) સ્કીમને પણ મંજૂરી આપવામાં આવી છે. સરકાર ટેક્સટાઇલ પ્રોડક્શનને પ્રોત્સાહન આપવા માટે આગામી 5 વર્ષમાં 10,683 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તેણે આમાં ખાસ રીતે મેનપેડ અને ટેકનિકલ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા પર ફોકસ કર્યું છે.
સાડા સાત લાખ લોકોને રોજગાર મળશે
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે જાહેર PLI સ્કીમથી સાડા સાત લાખ લોકોને રોજગાર મળશે. ઉલ્લેખનીય છે કે કેબિનેટે આ પહેલા દેશમાં મેન્યુફેક્ચરિંગ કેપિસિટી અને એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે 13 સેક્ટરમાં PLI સ્કીમોમાં મંજૂરી આપી હતી.
5 વર્ષમાં પ્રોડક્શન ટર્નઑવરમાં 3 લાખ કરોડ રૂપિયા થશે
PLI સ્કીમથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં 19,000 કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ આવવાનું અનુમાન છે. આ સાથે જ આગામી 5 વર્ષમાં પ્રોડક્શન ટર્નઑવરમાં 3 લાખ કરોડ રૂપિયાનો વધારો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કાપડ ક્ષેત્ર માટે PLI સ્કીમ સંબંધે કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, કાપડ ઉદ્યોગમાં સૌથી વધારે રોજગારી ઉત્પન્ન થાય છે. દેશમાં પરંપરાગત રીતે કૉટન ટેક્સટાઇલ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને આ ક્ષેત્રમાં વૈશ્વિક બજારમાં ભારતનો દબદબો અને સારો ગ્રોથ છે, પરંતુ દેશને મેનમેડ અને ટેક્નિકલ ટેક્સટાઇલ પણ પણ ધ્યાન આપવાની જરૂર છે.
PLI યોજનાનો ઉદ્દેશ
ભારતમાં કાપડ ઉદ્યોગમાં કૉટનનું યોગદાન 80 ટકા અને મેન મેડ ફાઇબર (MMF)નું યોગદાન 20 ટકા છે. દુનિયાના બીજાના દેશોના કાપડ ઉદ્યોગમાં MMF ઘણું વધારે છે. જાણકારો પ્રમાણે આવામાં સેગમેન્ટ અને સેક્ટરને પ્રમોટ કરવાની જરૂર છે. આ માટે PLI સ્કીમ એક મજબૂત પગલું હશે. PLI યોજના પ્રમાણે સરકાર કંપનીઓને વધારે ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપશે. સરકારનો ઉદ્દેશ તેમને વધારે નિકાસ કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. PLI સ્કીમનો ઉદ્દેશ દેશમાં કૉમ્પિટિશનનું વાતાવરણ બનાવવા માટે રોકાણકારોને પ્રોત્સાહિત કરવાનો છે.