નવી દિલ્હી: ગૂગલ આજે રવિવારે શિક્ષણવિદ્ અને મહિલાઓ માટે લડત આપનાર ફાતિમા શેખની જન્મજયંતીની ઉજવણી (Fatima Sheikh Birth Anniversary) કરી રહ્યું છે. ફાતિમા શેખને ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક (India first Muslim teacher) માનવામાં આવે છે. સમાજ સુધારકો જ્યોતિરાવ (Jyotirao Phule) અને સાવિત્રીબાઈ ફૂલે (Savitribai Phule) સાથે મળીને તેમણે 1848માં સ્વદેશી પુસ્તકાલયની સહ-સ્થાપના કરી હતી. જે કન્યાઓ માટેની ભારતની પ્રથમ શાળાઓમાંની એક છે.
આ પણ વાંચો: 'એક રૂપિયા મુહિમ' દ્વારા હજારો બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવનારી છત્તીસગઢની સીમા
શેખે ફુલે દંપતિને આપ્યો હતો આશરો
ફાતિમા શેખનો જન્મ આજના દિવસે 1831માં પુણેમાં થયો હતો. તેણી તેના ભાઈ ઓસ્માન સાથે રહેતી હતી. વંચિત સમુદાયના લોકોને શિક્ષિત કરવાના પ્રયાસ (Educate disadvantaged community) બદલ ફુલે દંપતિને હાંકી કાઢવામાં આવ્યા હતા. આ બાદ ફાતિમા અને તેના ભાઈએ ફૂલે દંપતિને આશરો આપ્યો હતો. આ બાદ ફાતિમા શેખે તેમના જ ઘરમાં સ્વદેશી પુસ્તકાલય ખોલ્યું હતું. આ બાદ, સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખે દલિત અને મુસ્લિમ મહિલાઓ અને બાળકોને વર્ગ, ધર્મ અથવા લિંગના આધારે શિક્ષણથી વંચિત એવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: શ્રમજીવી બાળકોના સપના થશે સાકાર, આણંદના પ્રોફેસર બન્યા પ્રેરણાસ્ત્રોત
વંચિત સમુદાયના બાળકોને શિક્ષણ
સમાનતા માટેની આ ચળવળના આજીવન હિમાયતી તરીકે, શેખે ઘરે-ઘરે જઈને વંચિત સમુદાયના બાળકોને પુસ્તકાલયમાં શિક્ષણ લેવા અને ભારતીય જાતિ વ્યવસ્થાની કઠોરતાથી બચવા આમંત્રણ આપતા હતા. આ દરમિયાન સત્યશોધક ચળવળમાં સામેલ લોકોને અપમાનિત કરવાનો પ્રયાસ કરનારા પ્રભાવશાળી વર્ગો તરફથી તેમને ભારે પ્રતિકારનો સામનો કરવો પડ્યો, પરંતુ શેખ અને તેમના સાથીઓ અડગ રહ્યા હતા.
ફાતિમા શેખની સિદ્ધિઓ પર નવો પ્રકાશ
ભારત સરકારે 2014 માં ફાતિમા શેખની સિદ્ધિઓ પર નવો પ્રકાશ પાડ્યો અને અન્ય અગ્રણી શિક્ષકો સાથે ઉર્દૂ પાઠ્યપુસ્તકોમાં તેમાન વિશે પાઠ આપવામાં આવ્યા હતા.