નવી દિલ્હી: ભારતના 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ચાલી રહી છે. સર્ચ એન્જિન Googleએ હાથથી કાપેલા કાગળની કળા દર્શાવતું અનોખું Doodle બનાવીને દેશને શુભેચ્છા પાઠવી છે. આ Doodleમાં રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક જેવી ઐતિહાસિક ઈમારતોની સાથે સેનાની ટુકડીઓ અને મોટરસાઈકલ પર સ્ટંટ કરતા સૈનિકોને પ્રજાસત્તાક દિવસની ઔપચારિક પરેડને કલાકૃતિમાં દર્શાવવામાં આવ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
અમદાવાદના કલાકારે બનાવ્યું Doodle: Googleની વેબસાઈટ અનુસાર આજે Doodle ભારતના ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે. ગુગલે બનાવેલા આ ખાસ ડૂડલમાં કર્તવ્ય પથ બનાવેલો દેખાઈ રહ્યો છે. આ પથના એક બાજુ ઘોડા પર સવાર જવાન અને બીજી બાજુ જવાનોનું જવાનોનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે જે ભારતની તાકાતને દર્શાવે છે. આ 'Doodle' અમદાવાદના આર્ટિસ્ટ પાર્થ કોઠેકરે બનાવ્યું છે. વેબસાઈટ પર Doodle બનાવવાનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કોઠેકર પોતાના હાથથી Doodle બનાવતા જોવા મળે છે.
એનિમેશન દ્વારા ખાસ અંદાજમાં Doodle: Googleના 'G', 'O', 'G', 'L' અને 'E' અંગ્રેજીના નાના મૂળાક્ષરોમાં Doodleની આગળ 'હેન્ડ-કટ પેપર' આર્ટ દર્શાવતા લખવામાં આવ્યા છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ ભવનના ગુંબજની ઉપરનું એક વર્તુળ પ્રતિકાત્મક રીતે Google મૂળાક્ષરોમાં બીજા 'O'ને પ્રતિબિંબિત કરી રહ્યું છે. મોર અને ફૂલના આકારની આકૃતિઓ Doodleને વધુ આકર્ષક બનાવી રહી છે. ગુગલે પોતાના હોમપેજ પર એનિમેશન દ્વારા ખાસ અંદાજમાં Doodle બનાવ્યું છે.
આ પણ વાંચો: Republic Day 2023: સમુદ્રમાં ધ્વજવંદન, સાહસ સાથે શૌર્ય અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા યુવા
Doodleમાં ભારતનું ચિત્ર: પાર્થ કોઠેકરે કહ્યું, "હું ભારતનું ચિત્ર દર્શાવવા માંગતો હતો. આજનું ડૂડલ કાગળના ટુકડા પર જટિલ રીતે હાથથી દોરવામાં આવ્યું હતું." પ્રજાસત્તાક દિવસની પરેડની ઘણી ક્ષણો તેમાં દર્શાવવામાં આવી છે. જેમાં રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ, CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ની ટુકડી અને મોટરસાઈકલ સવારોનો સમાવેશ થાય છે.
-
Left, right, left - but straight into our hearts! This #GoogleDoodle, crafted with love by @parthkothekar, is a cut above the rest (literally, it's made from hand-cut paper!) and takes us on a journey through India's #RepublicDay2023 celebrations.
— Google India (@GoogleIndia) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Happy 74th Republic Day! pic.twitter.com/axpk6iWYJu
">Left, right, left - but straight into our hearts! This #GoogleDoodle, crafted with love by @parthkothekar, is a cut above the rest (literally, it's made from hand-cut paper!) and takes us on a journey through India's #RepublicDay2023 celebrations.
— Google India (@GoogleIndia) January 25, 2023
Happy 74th Republic Day! pic.twitter.com/axpk6iWYJuLeft, right, left - but straight into our hearts! This #GoogleDoodle, crafted with love by @parthkothekar, is a cut above the rest (literally, it's made from hand-cut paper!) and takes us on a journey through India's #RepublicDay2023 celebrations.
— Google India (@GoogleIndia) January 25, 2023
Happy 74th Republic Day! pic.twitter.com/axpk6iWYJu
આ પણ વાંચો: ચાલો એક થઈને આગળ વધીએઃ પ્રજાસત્તાક દિવસ પર PMનો સંદેશ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો: 26 જાન્યુઆરી 1950ના રોજ તેના બંધારણને અપનાવવા સાથે ભારતે પોતાને એક સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક દેશ જાહેર કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે મુખ્ય અતિથિ અબ્દેલ ફતેહ અલ સીસી પણ હાજર હતા, જેમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પછી રાષ્ટ્રગીત શરું થયું હતું. આ દરમિયાન પ્રથમ વખત ભારતીય તોપોએ સલામી આપી હતી. અત્યાર સુધી બ્રિટનમાં બનેલી તોપોથી સલામી આપવામાં આવતી હતી. પ્રજાસત્તાક દિવસની ઉજવણી 29 જાન્યુઆરીએ 'બીટિંગ રીટ્રીટ' સમારોહ સાથે સમાપ્ત થાય છે.