બેંગલુરૂ: દુનિયામાં ઘણી ભાષાઓ બોલાય છે. જેમા એકલા ભારતમાં જ સેંકડો ભાષાઓ બોલાય છે. ભારત એક એવો દેશ છે જ્યાં દરેક 100 કિ.મી. વિસ્તાર બાદ ભાષા અને સંસ્કૃતિમાં ભિન્નતા જોવા મળે છે. અલગ અલગ ભાષાઓ મળીને બનેલા સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા સર્ચ એન્જિન ગૂગલે કંઈક એવું કર્યું જેને લઈ લોકો ગુસ્સે થયા છે. ઘટના ગૂગલ પરની 'અભદ્ર ભાષા' વિશે પૂછેલા પ્રશ્રથી સંબંધિત છે.
સૌથી 'અભદ્ર ભાષા' લખવા પર મળ્યો આ જવાબ
હંમેશા લોકો નાના-મોટા પ્રશ્રો માટે ગૂગલની મદદ લે છે તો કેટલાક લોકો વિચિત્ર પ્રશ્રો પણ ગૂગલને પૂછી લે છે. ત્યારે આ દિવસોમાં ગૂગલના સર્ચબારમાં 'સૌથી અભદ્ર ભાષા' લખવાના પ્રશ્રના જવાબને લઈને હોબાળો થયો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે ગૂગલ પર 'અભદ્ર ભાષા' લખીને કંઈ સર્ચ કરવામાં આવે છે, ત્યારે ગૂગલ જવાબમાં 'કન્નડ' દેખાડવામાં આવે છે. આ અંગે કર્ણાટકમાં આક્રોશ ઉભો થયો છે.
આ પણ વાંચો: Android માટે ક્રોમ બિલ્ટ-ઇન સ્ક્રીનશોટ ટૂલ ઉમેરાયું
કાનૂની નોટિસ જાહેર કરી શકે છે રાજ્ય સરકાર
કર્ણાટક સરકારે પણ આ બાબતે નારાજગી વ્યક્ત કરતા કંપની વિરૂદ્ધ કાનૂની નોટિસ જાહેર કરવાની વાત કરી છે. તો બીજી તરફ રાજનીતિક દળોએ પણ ગૂગલ પ્રતિ નારાજગી વ્યક્ત કરતા કંપનીની નિંદા કરી છે. આ દરમિયાન લોકોનો ગુસ્સોને જોતાં ગૂગલે 'ભારતની સૌથી અભદ્ર ભાષા' પૂછવા પર તેના સર્ચ એન્જિનના જવાબ કન્નડને હટાવી દીધો છે, એટલું જ નહીં કંપનીએ લોકોની લેખિતમાં માફી પણ માંગી છે.
2500 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી હતી કન્નડ ભાષા
પ્રધાન અરવિંદ લિંબાવાલીએ ટ્વિટર પર પણ નારાજગી વ્યક્ત કરી ગૂગલને કન્નડિગા લોકોની માફી માંગવાનું કહ્યું છે. તેમણે લખ્યું, 'કન્નડ ભાષા આશરે 2500 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી છે, તેનો પોતાનો એક ઇતિહાસ છે. આ ભાષા સદીઓથી કન્નડિગા લોકોનું ગૌરવ છે. ગૂગલ દ્વારા કન્નડ ભાષાને ખરાબ ગણાવવું એ ફક્ત કન્નડ લોકોના ગૌરવને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે. હું ગૂગલને તુરંત જ કન્નડ અને કન્નડિગાની માફી માંગવા કહું છું.
આ પણ વાંચો: તમને કોણ ફોન કરે છે એ જણાવશે ગુગલ
જાણો ગૂગલે સ્પષ્ટતા કરતા શું કહ્યું ?
સમગ્ર બાબતે ગુગલનાં પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, 'ગૂગલ સર્ચ પર જે જવાબ આવે છે તે હંમેશાં સંપૂર્ણ રીતે પૂર્ણ હોતો નથી, ઘણી વાર પૂછાયેલા પ્રશ્નોના આશ્ચર્યજનક પરિણામો આવી શકે છે. આપણે જાણીએ છીએ કે આ યોગ્ય નથી પરંતુ જ્યારે અમને કોઈ મુદ્દા વિશે જાગૃત કરવામાં આવે છે તો ત્યારે અમે તેને સુધારવા માટે તરત જ યોગ્ય પગલાં લઈએ છીએ. અમે અમારા અલ્ગોરિધમને સુધારવા માટે સતત કામ કરીએ છીએ. સ્વાભાવિક રીતે આમાં ગૂગલનો પોતાનો અભિપ્રાય હોતો નથી. કન્નડ ભાષામાં થયેલી ગેરસમજ અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફ કરશો.