- અમરાવતીમાં કુદરતી કૌતૂક
- નાળામાં જોવા મળે છે ગૌળ પત્થર
- લોકો ગોલિયાદેવ તરીકે કરે છે પૂજા
મહારાષ્ટ્ર: અમરાવતીના મેલઘાટમાં મળી આવતા ગોળાકાર પત્થરો લોકોની ઉત્સુખતા વધારે છે. મેલઘાટના નારનાલા અભ્યારણ્યના મલકાપુર ગોંડ ગામ પાસે એક નાળામાં ગોળાકાર પત્થર મળે છે. આશ્ચર્યજનકની વાત એ છે કે પત્થર એકદમ ગોળાકાર જોવા મળે છે. જેથી લોકો આ પત્થરને ચમત્કાર માને છે. જેના કારણે આ નાળાને ગોલિયાદેવ નાળું પણ કહે છે. લોકો ગોલિયાદેવની પૂજા કરે છે. ગામમાં કુલ ચાર ગોલિયા દેવ છે અને જંગલમાં આવેલા પહાડ પર ગોલિયા દેવનું એક મંદિર પણ આવેલું છે. અનેક શ્રદ્ધાપૂર્વક ગ્રામજનો આ ગોલિયા દેવની પૂજા પણ કરે છે.
વર્ષ 1990માં થયેલા ખોદકામમાં મળ્યા 80 પત્થર
ગોળાકાર પત્થર અંગે જાણ થતાં વર્ષ 1990માં વનવિભાગે નહેરમાંથી લગભગ 80 ગોળાકાર પત્થર ખોદ્યા હતાં. જેમાંથી કેટલાક પત્થરનું વજન 300 કિલોથી પણ વધારે હતું. તે સમયના ઉત્ખન વિભાગના સ્વ. વિજય ભોંસલેનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું હતું. જાણકારોનું માનવું છે કે ભૂવિજ્ઞાની વિજય ભોંસલે જ આ આકૃતિના રાસાયણિક અને યાંત્રિક સંરચના સમજતા હતાં. ETV ભારત સાથેની વાતચીતમાં ડૉ. જયંત વાડટકરે જણાવ્યું હતું કે આટલા મોટા આકારના પત્થર કોઇ માણસ બનાવી શકતા નથી. સંપૂર્ણગોળ આ પત્થરો એલિયન્સે બનાવ્યા હશે એવો રિપોર્ટ ડિસ્કવરી ચેનલના માધ્યમથી અમને મળ્યો છે. આ જગ્યાએથી કેટલાક પત્થર બહાર કાઢવામાં આવ્યા છે. કેટલાક મલકાપૂર ગૌંડમાં છે. આ ગામના લોકો તેને ભગવાન માનીને તેની પૂજા કરે છે અને તો કેટલાક પત્થર મલકાપૂર ઘાટીમાં છે. આ પત્થર બનાવવાનો ઉદ્દેશ્ય શું છે તે કોઇને ખબર નથી. આ પત્થર તોપ માટે તો નહીં જ બનાવ્યા હોય. તો શું ખરેખર એલિયન્સે બનાવ્યા હશે ? અથવા જૂનાજમાના માણસોએ આ પત્થર શા માટે બનાવ્યા હતા તે સવાલ હજી પણ અકબંધ છે.
વધુ વાંચો: કુદરત સાથે તાલમેલ ધરાવતાં, ઝીરો-વેસ્ટ લગ્ન પ્રસંગોનું ચલણ વધ્યું
પાણીના કારણે ગોળ બન્યા હોઇ શકે છે પત્થર
આ પત્થરની રચના અંગે ડૉ. શુભાંગી દેશમુખ કે જેઓ ભૂ વૈજ્ઞાનિક છે તેમણે ETV ભારતને જણાવ્યું હતું કે જ્યારે અમે ભૌગોલિક દ્રષ્ટીએથી જોઇએ છીએ ત્યારે ઉંચાઇથી પડતું પાણી પત્થરને આકાર આપે છે. પાણીના કારણે પત્થર તૂટી જાય છે અને પાણીના વહેણ સાથે વહી જાય છે. વહેતી વખતે પણ પત્થર એક બીજા સાથે પણ અથડાય છે એ વખતે ઘર્ષણ સર્જાય છે. આ પ્રક્રિયાના કારણે પત્થરને ગોળ આકાર મળે છે. સાથે પત્થર ખનિજથી સમૃદ્ધ બને છે તેમાં રાસાયણિક ક્ષારણ પણ થાય છે. એ કારણે આ પત્થરને ગોળ આકાર મળ્યો છે. તેવું મારું માનવું છે.
વધુ વાંચો: વરસાદી પાણીના સંગ્રહથી જળની બાબતમાં સ્વાવલંબન
આ પત્થર કેવી રીતે નિર્માણ પામ્યા, કેટલા વર્ષો પહેલા નિર્માણ પામ્યા અને અહીંયા કેવી રીતે પહોંચ્યા તે સવાલ હજી પણ અકબંધ છે પણ જો તમને ભૌગોલિક રહસ્ય માણવા ગમે છે તો તમારે આ જગ્યાની યાત્રા ચોક્કસથી કરવી જોઇએ.