નવી દિલ્હી: કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે આજે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. G-23માં સામેલ આઝાદે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને 5 પાનાનો પત્ર મોકલ્યો છે. આ પત્રમાં તેમણે કોંગ્રેસમાં સામેલ થવાથી લઈને છોડવા સુધીની સફર વિશે જણાવ્યું છે. આ સાથે તેમણે હાલની કોંગ્રેસની કાર્યશૈલી પર પણ સવાલો ઉભા કર્યા છે.
-
Congress leader Ghulam Nabi Azad severs all ties with Congress Party pic.twitter.com/RuVvRqGSj5
— ANI (@ANI) August 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congress leader Ghulam Nabi Azad severs all ties with Congress Party pic.twitter.com/RuVvRqGSj5
— ANI (@ANI) August 26, 2022Congress leader Ghulam Nabi Azad severs all ties with Congress Party pic.twitter.com/RuVvRqGSj5
— ANI (@ANI) August 26, 2022
આ પણ વાંચો : કોંગ્રેસ માંથી ગુલાબ નબી આઝાદે આપ્યું રાજીનામું
ગુલામ નબી આઝાદે પાર્ટીના વડા સોનિયા ગાંધીને લખેલા તેમના રાજીનામાના પત્રમાં પાર્ટી નેતૃત્વ પર કોંગ્રેસ સાથે એક વિશાળ છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસમાં સામેલ થવાથી લઈને છોડવા સુધીની સફર (ghulam nabi azad write latter to soniya gandhi) વિશે તેમણે શું જણાવ્યું.
1 ગુલામ નબી આઝાદે પોતાના પત્રમાં રાહુલ ગાંધી પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે લખ્યું કે, રાહુલ પોતાની આસપાસ બિનઅનુભવી લોકોને રાખે છે અને વરિષ્ઠ નેતાઓને બાજુ પર રાખે છે. રાહુલ ગાંધી પર ભૂતકાળમાં પણ પાર્ટ ટાઈમ રાજકારણી હોવાનો આરોપ લાગ્યો છે. અગાઉ પણ હાર્દિક પટેલ અને હિમંતા બિસ્વા સરમાએ તેના પર સમય ન આપવાનો આરોપ લગાવ્યો હતો.
2 ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો કે, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સંચાલન કરતી રાષ્ટ્રીય કાર્ય સમિતિએ ઈચ્છાશક્તિ અને ક્ષમતા ગુમાવી દીધી છે.
3 કોંગ્રેસે ભારત જોડો યાત્રા શરૂ કરી છે તેના વિશે આઝાદે લખ્યું છે કે, 'ભારત જોડો યાત્રા' શરૂ કરતા પહેલા પાર્ટી નેતૃત્વએ 'કોંગ્રેસ જોડો યાત્રા' શરૂ કરવી જોઈએ.
આ પણ વાંચો : પાટીલ ભાઉએ કેજરીવાલને લીધા આડેહાથ, કહ્યું લોલીપોપ આપવાનું બંધ કરી દો
4 દુર્ભાગ્યે, રાહુલ ગાંધીના રાજકારણમાં પ્રવેશ પછી, જ્યારે તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા, ત્યારે તેમણે કોંગ્રેસની કામ કરવાની રીત બદલી નાખી. તેણે સમગ્ર સલાહકાર પ્રણાલીનો નાશ કર્યો. આ સાથે રાહુલ દ્વારા વડાપ્રધાન દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમને ફાડી નાખવો તેમની અયોગ્યતા દર્શાવે છે. જેના કારણે 2014માં હાર થઈ હતી.
5 ગુલામ નબી આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી ન કરાવવા માટે ગાંધી પરિવાર પર પણ નિશાન સાધ્યું છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે, સંગઠનમાં કોઈપણ સ્તરે ક્યાંય ચૂંટણી થઈ નથી.
6 આ સાથે આઝાદે પોતાના પત્રમાં G-23 મુદ્દે પણ લખ્યું છે. તેમણે લખ્યું કે, જ્યારે જી-23ના નેતાઓએ કોંગ્રેસની નબળાઈઓ જણાવી તો તે તમામ નેતાઓનું અપમાન થયું.