ગયા, બિહાર : ગયામાં ટ્રિપલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. ત્રણ લોકોની હત્યા બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ ( Gaya Triple Murder) હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ઘરના જમાઈએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીએ પરિવારના અન્ય ત્રણ સભ્યો પર પણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા તમામને પટનાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં એક બાળકની પણ હત્યા કરવામાં આવી છે. son in law attacked on in laws
ઘટનાનું કારણ સ્પષ્ટ નહીં : ગયામાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા થઈ હોવાના સમાચાર સામે આવ્યા (triple murder in gaya) છે, પરંતુ પોલીસ અધિકારી હજુ પણ બે લોકોના મૃત્યુની પુષ્ટિ કરી રહ્યા છે. આ ઉપરાંત, ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણ લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હાલમાં આ ઘટનાનું કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી જમાઈ અફીણનો નશેડી હતો. તેણે નશાની હાલતમાં આવી જઘન્ય ઘટનાને અંજામ આપ્યો હતો. નશામાં ધૂત થઈને તેણે તેના સાસરિયાના પાંચ લોકોને નિશાન બનાવ્યા હતા, તેણે તેની પત્નીને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો.
શું છે મામલોઃ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, હત્યાનો આરોપીનું ઘર માનપુર પોખરામાં હતું, પરંતુ તે રામપુર ભુનીટોલીમાં તેના સાસરિયાના ઘરે રહેતો હતો. ગઈકાલે સોમવારે રાત્રે તેણે તેના સાળા સ્વર્ગસ્થ મુન્ના માંઝીની પત્ની ગીતા દેવી, ગીતા દેવીની માતા અને ગીતા દેવીના ત્રણ પુત્રો લકી કુમાર, લેડા કુમાર અને ચિન્ટુ કુમાર પર હુમલો કર્યો હતો. રઘુ માંઝીએ તેમની પત્ની ગોર્કી દેવીને પણ છોડી ન હતી. તેણે તેની પત્ની ગોર્કી દેવી પર પણ હુમલો કર્યો હતો.
"સવારે પાંચ વાગ્યાની આસપાસ પોલીસને આ ઘટનાની જાણકારી મળી હોવાની માહિતી મળી હતી. આ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સૌથી પહેલા આ ઘટનાને અંજામ આપનાર આરોપી રઘુ માંઝીની ધરપકડ કરવામાં આવી હતી. ઘટનામાં વપરાયેલા લોહીથી લથપથ તીક્ષ્ણ હથિયારોને પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને ત્રણ લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે" - રવિ કુમાર, રામપુર SHO