ઇસ્લાબાદ: દક્ષિણ પાકિસ્તાનના કરાંચી શહેરમાં સીવેજ પ્રણાલીમાં થયેલ ગેસ બ્લાસ્ટમાં (Gas explosion) શનિવારના રોજ ઓછામાં ઓછા 10 લોકો મૃત્યુ (At least 10 people died) પામ્યા હતા.
સોહેલ જોખિયોનું શું કહેવું છે ગેસ બ્લાસ્ટ મામલે
પોલીસ પ્રવક્તા સોહેલ જોખિયોના જણાવ્યા પ્રમાણે, કરાંચી નજીકના શેરશાહ વિસ્તારમાં એક બેંક બિલ્ડીંગની નીચે સીવરમાં જમા થયેલ ગેસમાં કોઈ કારણસર આગ લાગવાથી બલાસ્ટ થયો હતો. સાથે માહિતી આપે છે કે, આ ગેસમાં આગ કઇ રીતે લાગી હતી તે હજુ સ્પષ્ટ થયુ નથી. તપાસ માટે નિષ્ણાતોંને બોલાવામાં આવ્યાં છે.
ગેસ બ્લાસ્ટમાં 10 લોકો મૃત્યુ
સીવેજ પ્રણાલીમાં થયેલ ગેસ બ્લાસ્ટમાં 10 લોકો મૃત્યુ પામ્યાં છે, જ્યારે બીજા 13 ઈજાગ્રસ્ત થયાં છે. આ તમામ લોકોમાંથી ત્રણની હાલત વધુ ગંભીર છે. આ ત્રણેયને ICUમાં રાખવામાં આવ્યાં છે.આ ગેસ બ્લાસ્ટમાં આસપાસની ઇમારતના બારી-બારણા સહિત ત્યાં પાર્ક એક કારનો કચ્ચણધામ નીકળી ગયો છે.
આ પણ વાંચો: Oil tanker explosion in Haiti: હેતીમાં તેલ ટેન્કરમાં વિસ્ફોટ, મૃત્યુ આંક 75
આ પણ વાંચો: Car Bomb Explosion in Basra: ઇરાકના દક્ષિણી શહેર બસરામાં વિસ્ફોટ, મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત