- લોકડાઉનનો ફાયદો ઉઠાવી બનાવી લેમ્બોર્ગિની કાર
- નૂરુલ હવે બનાવવા માંગે છે લક્ઝરી ફરારી કાર
- ફક્ત 6,20,000 રૂપિયાના ખર્ચે બનાવી લેમ્બોર્ગિની કાર
કરીમગંજ (આસામ) : તમે લક્ઝરી લેમ્બોર્ગિની કાર ( Lamborghini Car ) વિશે સાંભળ્યું જ હશે. આ કાર માટે એક ગીત પણ સામે આવ્યું હતું. કરીમગંજનો આ યુવાન એક નાનું કાર ગેરેજ ચલાવે છે. જેના કારણે તેણે લોકડાઉનનો ફાયદો ઉઠાવીને તેણે માત્ર 6.20 લાખના ખર્ચે કરોડો રૂપિયાની લેમ્બોર્ગિની કાર ( Car modified ) બનાવી છે. આ કાર લેમ્બોર્ગિની એક સામાન્ય સ્વિફ્ટ કારમાંથી મોડિફાઇ કરી છે.
આ પણ વાંચો: બઠિંડાની મહિલાની પહેલ, ઓટો રીક્ષા ચલાવી કરી રહી છે કમાણી
નુરુલે લોકડાઉનનો કર્યો ઉપયોગ
નુરુલ નાનપણથી જ કાર ગેરેજમાં કામ કરતો હતો. આ બાદ તેમણે પોતાનું ગેરેજ બનાવ્યું હતું. લોકડાઉન દરમિયાન, તેણે કેટલાક સારા મિત્રોની મદદથી પોતાના જ ગેરેજમાં લેમ્બોર્ગિનીના મોડલની કાર બનાવી હતી. નૂરુલ આ વખતે લક્ઝરી ફરારી કાર બનાવવા માંગે છે.
આ પણ વાંચો: Best out of waste: રાંચીમાં કોરોના સંક્રમિત બહેનોએ વેસ્ટમાંથી બેસ્ટ વિચારસરણી સાથે બનાવ્યો બગીચો
લોકો લે છે સસ્તી લેમ્બોર્ગિની જોવા ગેરેજની મુલાકાત
આસપાસના અનેક લોકો દરરોજ ફક્ત 6,20,000 રૂપિયાના ખર્ચે બનેલી નૂરુલની લેમ્બોર્ગિની જોવા માટે સામાન્ય ગેરેજની મુલાકાત લે છે. ઘણા લોકો દ્વારા કાર બનાવવાની અસાધારણ કામગીરી માટે નૂરુલની પ્રશંસા કરવામાં આવી છે. તેના સપનાની લેમ્બોર્ગિની તો બની ગઈ છે, પરંતુ તેને યોગ્ય દસ્તાવેજીકરણ સાથે આખા વિસ્તારમાં ચલાવવાની તક નહીં મળે ત્યાં સુધી તેને ખુબ રાહ જોવી પડશે.