ETV Bharat / bharat

જાપાનમાં ગણેશજી ઓળખાય છે આવા મસ્ત નામથી, બૌદ્ધ ધર્મ સાથે નાતો

ભારત અને વિદેશમાં પણ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણેશજીની વિવિધ દેશોમાં અલગ-અલગ નામથી પૂજા કરવામાં આવે છે. તેમને જાપાનમાં કાંગિતેન કહેવામાં આવે છે. ક્યોટોમાં એક મોટું કાંગિતેન મંદિર છે,જેની સ્થાપના સમ્રાટ ગીકોગન દ્વારા ઈ.સ. 1372માં કરવામાં આવી હતી. આ દેવતાઓ ગણેશ જેવા જ છે. તેથી, ભારતમાં ગણેશ ઉત્સવ દરમિયાન એ જાણીને આનંદ થાય છે કે, ભગવાનનું વર્ચસ્વ જાપાન સુધી વિસ્તરે છે. Ganesha in Japan, Worship of Ganesha in Japan,name of Ganpati in japan,Ganpati temple in japan

શું તમને ખબર છે જાપાનમાં ગણેશજી ક્યા નામથી ઓળખાય છે, જાણો તેના વિશે

author img

By

Published : Sep 2, 2022, 3:07 PM IST

ટોક્યો: ભગવાન ગણેશને જાપાનમાં 'કાંગિતેન' તરીકે ઓળખવામાં આવે છે, જેનો સંબંધ જાપાનીઝ બૌદ્ધ ધર્મ સાથે છે. કાંગિતેનની પૂજા ઘણા સ્વરૂપોમાં થાય છે, પરંતુ બે શરીરવાળા સ્વરૂપ સૌથી લોકપ્રિય છે. ચાર હાથવાળા ગણપતિનું વર્ણન પણ અહીં જોવા મળે છે. જાપાનના મંદિરોમાં ભગવાન ગણેશ (name of Ganpati in japan) જેવા દેખાતા દેવતાઓના શિલ્પો એવા સમય તરફ નિર્દેશ કરે છે, જ્યારે બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મ એકબીજા સાથે જોડાયેલા હતા.

આ પણ વાંચો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ આ મહત્વની ચેતવણી આપી

ક્યારે થઈ મંદિરની સ્થાપના ટોક્યોના અસાકુસામાં એક ખૂબ જ લોકપ્રિય બૌદ્ધ મંદિર (Ganpati temple in japan) છે. તે 7મી સદીમાં બાંધવામાં આવ્યું હતું. માત્સુચિયામા શોડેન જે હોનરીન મંદિર તરીકે પણ ઓળખાય છે, તે એક ટેકરીની ટોચ પર આવેલું છે. પ્રવાસી માહિતી બોર્ડ અનુસાર, બૌદ્ધ ધર્મના તેંડાઈ સંપ્રદાયના આ મંદિરની સ્થાપના સંભવતઃ ઈ.સ. 601 માં થઈ હતી. અન્ય રેકોર્ડ મુજબ, તેની સ્થાપના સંભવતઃ ઈ.સ. 595 માં થઈ હતી. તે અસાકુસા ખાતેના મુખ્ય સેન્સો-જી મંદિર કરતાં જૂનું છે, જે સંભવતઃ ઈ.સ. 645માં સ્થાપિત થયું હતું. માત્સુચિયામા શોડેન એક મંદિર છે જે કાંગિતેનને સમર્પિત (Worship of Ganesha in Japan) છે.

ક્યા નામે ઓળખાય છેઃ જાપાની દેવતા કાંગિતેનને હિંદુ દેવ ગણેશ પાસેથી અનેક નામો અને લક્ષણો વારસામાં મળ્યા છે. તેઓ હિન્દુ વિનાયકની જેમ જ બિનાયક તરીકે ઓળખાય છે. ગણબાચી અને ગાનવા માટેના જાપાની નામો ગણેશ જેવા જ છે. ગણેશની જેમ, વિનાયક પણ અવરોધો દૂર કરનાર છે, અને જ્યારે તેની પ્રાર્થના કરવામાં આવે છે, ત્યારે તે બધાને સારા નસીબ, સમૃદ્ધિ, સફળતા અને સારા સ્વાસ્થ્ય આપે છે તેવું માનવામાં આવે છે.

આ પણ વાંચો બે વર્ષ પછી ગુજરાત સરકારનું મોટુ આયોજન નવ શક્તિ પીઠો પર કરાશે ગરબાનું આયોજન

મૂળાથી ખુશ થાય છે બાપાઃ આ ઉપરાંત, જાપાનમાં બિનાયકને અનિષ્ટનો નાશ કરનાર, નૈતિકતાનું કિરણ કહેવામાં આવે છે. ગણેશનું બીજું ઉપનામ કહેવાય છે. શો-ટેન અથવા આર્યદેવ, સૌભાગ્ય અને નસીબનો આશ્રયદાતા. પ્રારંભિક બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મ સાથે ઊંડો સંબંધ ધરાવતો હતો. રસપ્રદ વાત એ છે કે, ભગવાન ગણેશના જાપાનીઝ અવતારને મોદક પસંદ નથી. તેનો પ્રિય પ્રસાદ મૂળો (Binayak favourite food) છે! માત્સુચિયામાનું મંદિર ચારેબાજુ જાપાની મૂળાથી શણગારેલું છે અને તે મૂળાથી ખુશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.