ETV Bharat / bharat

G20 Summit Delhi : કોંગ્રેસે તંત્રની કામગીરીનો વીડિયો શેર કરી મોદી સરકાર પર સાધ્યું નિશાન, જુઓ આ ટ્વીટ

G20 સમિટ માટે દિલ્હીને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. શહેરમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. જે અંતર્ગત રખડતા શ્વાનોને પણ ડોગ શેલ્ટરમાં મોકલવામાં આવ્યા છે. આ શ્વાનને અમાનવીય રીતે પકડવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોંગ્રેસ પાર્ટીએ આ વીડિયો શેર કરી સરકાર પર પ્રહાર કર્યો હતો.

G20 Summit Delhi
G20 Summit Delhi
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 1:59 PM IST

Updated : Sep 9, 2023, 3:02 PM IST

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં G20 સમિટને લઈને ચારેબાજુ ભારે ઉત્સાહનો માહોલ છે. વિવિધ સદસ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અને મહેમાનો ગઈકાલે દિલ્હી પહોંચી ગયા છે. હવે ભારત મંડપમમાં તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી. G20 સમિટ માટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. જે અંતર્ગત રખડતા કૂતરાઓને પણ પકડીને ડોગ શેલ્ટરમાં રાખવામાં આવ્યા છે.

કોંગ્રેસ પાર્ટીએ કર્યો પ્રહાર : આ અંગે કોંગ્રેસ પાર્ટીએ એક્સ પર કૂતરાઓને પકડવાનો વીડિયો શેર કર્યો છે. તેના દ્વારા મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. G20 સમિટમાં મોદી સરકાર દ્વારા નિર્દોષ કૂતરાઓ પર કરવામાં આવેલી આઘાતજનક ક્રૂરતા આ વીડિયોમાં જોવા મળી રહી છે.

  • Watch this video to witness the shocking cruelty inflicted upon innocent street dogs by the Modi government in preparation for the G20 summit.

    Dogs are being dragged by their necks, beaten with sticks and thrown into cages. They are being denied food and water, and they are… pic.twitter.com/gObDAqiqiq

    — Congress (@INCIndia) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શું છે આ વીડિયોમાં ? આ વીડિયોમાં દર્શાવામાં આવ્યું છે કે, કૂતરાઓને ગરદનથી ખેંચીને લાકડીઓ વડે મારવામાં આવે છે. પાંજરામાં પુરવામાં આવે છે. તેઓને ખોરાક અને પાણીથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તેઓ ભારે તણાવ અને ભયનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે, આપણે આવા ભયાનક કૃત્યો સામે અવાજ ઉઠાવીએ અને આ અબોલ પશુઓ માટે ન્યાયની માંગ કરીએ તે આવશ્યક છે.

જનતાની પ્રતિક્રિયા : કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયો પર અન્ય એક્સ યુઝર્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિએ લખ્યું છે કે, આ એક MCD વાહન છે જે કૂતરાઓને પકડી રહ્યું છે. કેજરીવાલને સલાહ આપવાની તમારી હિંમત હોવી જોઈએ. અન્ય એક યૂઝરે લખ્યું છે કે, આમ આદમી પાર્ટીને ગઠબંધનમાંથી બહાર ફેંકી દેવી જોઈએ, કારણ કે MCD માત્ર તમારું ધ્યાન રાખે છે. એક યુવાને કહ્યું કે, તેમની સાથે ગઠબંધન છે. તમે કઈ રીતે કંઈક કહેશો ? તેઓ જ તેમને સન્માનજનક વિપક્ષ બનાવી શકે છે. બાકી તેમના સૂપડા સાફ થશે. દિવસ દરમિયાન નારાજ થવું અને રાત્રે મનાવવું. એક યુવતીએ લખ્યું છે કે, અમાનવીય વ્યવહાર. અબોલ પ્રાણીઓ સાથે બહુ ખોટું થઈ રહ્યું છે.

  1. G20 Summit Delhi : G20 સમિટમાં PM મોદીનું સંબોધન, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસનો મંત્ર આપ્યો
  2. India America Relation : US અને ભારતે WTO વિવાદના સમાધાનની જાહેરાત કરી

Last Updated : Sep 9, 2023, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.