હૈદરાબાદ : હાલમાં યુવા પેઢી સારા પૈસા કમાઈ શકે એટલા માટે વિદેશ તરફ પ્રયાણ કરી રહી છે. ત્યારે આંધ્રપ્રદેશની શકુંતલા કાસરગડ્ડાએ વિચાર્યું કે જો આમ થશે તો દેશના ભવિષ્ય અને અર્થતંત્રને નુકસાન થશે. તેઓ વિદ્યાર્થીઓના વિચારોને સ્ટાર્ટ-અપ્સ તરફ પ્રોત્સાહન આપવા અને યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રેરણા આપવાનું નક્કી કરીને બેઠા હતા. તેમણે ઘણા સંઘર્ષનો સામનો કર્યા બાદ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારે શકુંતલા કાસરગડ્ડાએ ETV BHARAT સાથે નો સ્કૂલથી લઈને ફાઉન્ડર્સ લેબની સ્થાપના સુધીની પોતાની સંઘર્ષકથા અંગે વાતચીત કરી હતી.
સંઘર્ષથી મળી સફળતા : શકુંતલા કાસરગડ્ડાએ પોતાના બાળપણ અંગે વાત કરતા કહ્યું કે, ઘરમાં એવી લાગણી છે કે છોકરીએ મહેનત ન કરવી જોઈએ. તેથી મેં મારા મોટા ભાઈના પુસ્તકોમાંથી ઘરે અભ્યાસ શરૂ કર્યો હતો. આંધ્રપ્રદેશના જગ્ગૈયાપેટમાં જ્યારે હું 12 વર્ષની હતી ત્યારે મારા પિતા સત્યનારાયણનું અવસાન થયું હતું. ત્યારબાદ મારો પરિવારજનો મને શાળાએ મોકલવા તૈયાર થયા. હું 10 માં ધોરણ સુધી સરકારી શાળામાં ભણી છું. જોકે ત્યારબાદ પણ પરિવારના સભ્યોએ સવાલ ઉઠાવ્યો કે તારે આગળ ભણવાની શું જરૂર છે ? જોકે કોલેજમાં હાજરીમાંથી મુક્તિ મળતા મેં ઇન્ટરમિડીયેટ અને BA સમાજશાસ્ત્ર પૂર્ણ કર્યું. મારી જીદ જોઈને પરિવારના સભ્યો માની ગયા અને પછી મેં ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી પીજી કર્યું.
સમાજ સેવાની શરુઆત : ઉચ્ચ અભ્યાસ અંગે વાત કરતા શકુંતલાએ વધુમાં કહ્યું કે, હું પણ સિવિલની તૈયારી કરવા દિલ્હી ગઈ હતી. પરંતુ અમારી સાથે રહેતા દાદાનું અવસાન થયું અને મારે નોકરી શરૂ કરવી પડી હતી. બાદમાં મને ટાટા ટ્રસ્ટ તરફથી 2 લાખ રૂપિયાની ફેલોશિપ મળી પરંતુ તે માટે ત્રણ વર્ષ સુધી ગ્રામીણ વિકાસ કાર્યક્રમોમાં કામ કરવું પડે છે. તેથી મદુરાઈમાં ડોન ફાઉન્ડેશનમાં જોડાઈ ગઈ અને ક્ષેત્રીય સ્તરની સમસ્યાઓને સરકારના ધ્યાન પર લાવવા માટે કામ કરવા લાગી. હું હૈદરાબાદ આવી કારણ કે તેની સેવાઓ તેલુગુ રાજ્યોમાં પણ ઉપલબ્ધ હતી. હું મારા નેતૃત્વમાં મૌલાલીમાં એક સામુદાયિક શાળા ખોલવાનું અને તેના માટે સરકારી માન્યતા પ્રાપ્ત કરવાનો તે સમય ભૂલી શકતી નથી.
લાખો રૂપિયાની નોકરી છોડી : શકુંતલાએ વધુમાં કહ્યું કે, ત્યાર પછી મેં BYST અર્ન્સ્ટ એન્ડ યંગમાં યુવા સાહસિકતા અને આંધ્ર પ્રદેશ સરકાર સાથે ડિજિટલ ગવર્નન્સ પર કામ કર્યું. આ 18 વર્ષમાં લગભગ 20 હજાર મહિલાઓને મદદ કરી હતી. WeHub ખાતે સોશિયલ ઈમ્પેક્ટ એન્ટરપ્રેન્યોરના પ્રમુખ તરીકે મેં સ્ટાર્ટઅપ્સને ફંડ અને માર્કેટિંગના અવસર પ્રદાન કરવા સાથે માર્ગદર્શક તરીકે કામ કર્યું. જ્યારે મેં વિદ્યાર્થીઓને સારી તકની શોધમાં વિદેશ જતા જોયા ત્યારે મને વિચાર આવ્યો કે દેશના ભવિષ્ય અને અર્થતંત્રનું શું થશે. તેમને વ્યવસાય તરફ પ્રોત્સાહિત કરવા આ વર્ષે અમે ફાઉન્ડર્સ લેબની શરૂઆત કરી અને તેલંગાણાના પ્રધાન કેટીઆરએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. મને એ વાતની ચિંતા નહોતી કે હું મારી 4 લાખ રૂપિયાની નોકરી છોડીને જોખમ લઈ રહી છું. જો કોઈ ઉત્પાદન સફળ થાય છે તો ઘણી કંપનીઓ તેને નાણાકીય અને માર્કેટિંગમાં મદદ કરે છે.
15 હજાર વિદ્યાર્થીઓનું નેટવર્ક : તેઓએ કહ્યું કે, સારા લોકોને સંસ્થાઓમાં જોડવામાં આવશે. વિદ્યાર્થીઓ પાસે આઇડીયા હોય છે પરંતુ તેઓ એ નથી જાણતા કે તેને કેવી રીતે પ્રદર્શિત કરવો. અમે આવા વિદ્યાર્થીઓ માટે એક સ્ટેજ ઉપલબ્ધ કરાવીશું. અમે વિભિન્ન ક્ષેત્રના લોકો સાથે કામ કરવાની તક આપી રહ્યા છીએ. અમે એનજીઓની મદદથી સરકારી ડિગ્રી કોલેજના વિદ્યાર્થીઓને બિઝનેસનું જ્ઞાન આપી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 15 હજાર વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છે અને 250 થી વધુ આઈડિયા આકાર લઈ રહ્યા છે. અમે અન્ય રાજ્યની કોલેજોમાં પણ સંપર્ક કર્યો છે.
વર્તમાન પેઢીને શકુંતલાનો : સંદેશ શકુંતલા કાસરગડ્ડાએ કહ્યું કે, ટીમમાં વિવિધ ક્ષેત્ર અને ભાષાઓના 12 લોકો સામેલ છે. અમે વિદ્યાર્થીઓ માટે 24 કલાક ઉપલબ્ધ છીએ. મારું લક્ષ્ય એ સાબિત કરવું છે કે થોડા સહયોગથી નિયમિત કોલેજોથી પણ સ્ટાર્ટઅપ આવી શકે છે. હું એમપીસી અને સિવિલ્સ નથી કરી શકી. મે પરિસ્થિતિ અનુસાર ખુદને બદલી, આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી, પોતાનું ભવિષ્ય નક્કી કર્યું એ જ સાચી આઝાદી છે. અને તે કોઈ આપતું નથી તમને ખુદ પ્રાપ્ત કરવી પડે છે.