- રાફેલ સોદામાં કથિત ભ્રષ્ટાચાર અંગે ફ્રાન્સમાં ન્યાયિક તપાસ થશે
- રાફેલ સોદાની તપાસ માટે ફ્રેન્ચ જજની નિમણૂંક કરવામાં આવી
- વિમાન ઉત્પાદક દ્વારા 'મિડલમેન'ને 1.1 મિલિયન યુરો ચૂકવાયા
પેરિસ : રાફેલ સોદામાં કથિત ભ્રષ્ટાચાર અંગે ફ્રાન્સમાં ન્યાયિક તપાસ થશે. રાફેલ સોદાની તપાસ માટે એક ફ્રેન્ચ જજની નિમણૂંક કરવામાં આવી છે. ફ્રાન્સ સાથેની ભારતની રાફેલ સોદા અંગે ફ્રાન્સની સરકારે એક મોટું પગલું ભર્યું છે. ફ્રાન્સમાં હવે ભારત સાથેના 7.8 અબજ યુરો રફાલ સોદાના કથિત ભ્રષ્ટાચાર અંગે ન્યાયિક તપાસ થશે. આ તપાસ માટે ફ્રેન્ચ જજની નિમણૂંક કરવામાં આવી છે.
સોદાની અત્યંત સંવેદનશીલ તપાસ ઔપચારિક રીતે 14 જૂને શરૂ થઈ હતી
ફ્રેન્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બન્ને દેશો વચ્ચે વર્ષ 2016માં થયેલા આ સોદાની અત્યંત સંવેદનશીલ તપાસ ઔપચારિક રીતે 14 જૂને શરૂ થઈ હતી. ફ્રેન્ચ વેબસાઇટે એપ્રિલ 2021માં રાફેલ સોદામાં કથિત અનિયમિતતા અંગે ઘણા અહેવાલો પ્રકાશિત કર્યા હતા. ફ્રેન્ચ મીડિયા અહેવાલોએ દાવો કર્યો છે કે, વિમાન ઉત્પાદક દ્વારા 'મિડલમેન'ને 1.1 મિલિયન યુરો ચૂકવવામાં આવ્યા હતા.
ડસોલ્ટે એક વચેટિયાને 1.1 મિલિયન યુરો ચૂકવ્યા હતા
'ફ્રેન્ચ એન્ટી કરપ્શન એજન્સી-એએફએ' દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો હતો કે, ડસોલ્ટે એક વચેટિયાને 1.1 મિલિયન યુરો ચૂકવ્યા હતા. ડીફિસ સોલ્યુશન્સે આ સોદો વર્ષ 2016માં મુક્યો હતો. આ રકમ ડસોલ્ટ દ્વારા 'ગ્રાહકોને ભેટ' તરીકે ખર્ચમાં પણ દર્શાવવામાં આવી હતી.
રાફેલ ફાઇટર જેટ સોદામાં ભ્રષ્ટાચારના નવા આક્ષેપોને ફગાવી દીધા
ફ્રેન્ચ મેગેઝિન દ્વારા આરોપોની રિપોર્ટ પછી, ફ્રેન્ચ એરોસ્પેસના પ્રમુખ ડસોલ્ટ ઇવિએશને એપ્રિલમાં ભારત સાથે રાફેલ ફાઇટર જેટ સોદામાં ભ્રષ્ટાચારના નવા આક્ષેપોને ફગાવી દીધા હતા. એક આક્ષેપો કર્યા પછી જણાવવામાંં આવ્યું હતું કે, કરારનો ભંગ થયો નથી.
2019ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન આ મુદ્દો ઉપડ્યો હતો
વિપક્ષી પાર્ટીએ 2019ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગ કરી હતી. કોંગ્રેસે એમ પણ જણાવ્યું હતું કે, સંરક્ષણ પ્રાપ્તિ પ્રક્રિયા હેઠળ ભારત સરકારની નીતિની એવી કલ્પના કરે છે કે, પ્રત્યેક સંરક્ષણ પ્રાપ્તિ કરારમાં 'ઇન્ટિગ્રેટી ક્લોઝ' હશે. જેમાં જણાવાયું છે કે, કોઈ મધ્યસ્થી નહીં હોય. તેમજ કોઈ કમિશન કે લાંચ આપવામાં આવશે નહીં. મધ્યસ્થી અથવા કમિશન અથવા લાંચ આપવાના કોઈપણ પુરાવા પર સપ્લાયર સંરક્ષણ કંપની માટે મંજૂરીઓ, કરારો રદ્દ કરવા, FIR નોંધણી અને વિવિધ સપ્લાયર કંપનીઓ પર ભારે આર્થિક દંડ લાદવા સહિતના ગંભીર શિક્ષાત્મક પરિણામો હશે.
રિલાયન્સ ગ્રૂપે 2017માં DRALની સંયુક્ત સાહસની સ્થાપના કરી
આ સોદાએ રાજકીય વિવાદ ઉભો કર્યો હતો અને કોંગ્રેસે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ઉદ્યોગપતિ અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સને ઉંચી કિંમતના રફાલ જેટ સોદાને એકીકૃત કરીને ફાયદો કરવવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, ડસોલ્ટ એવિએશન અને રિલાયન્સ ગ્રૂપે 2017માં ડસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ (DRAL)ની સંયુક્ત સાહસની સ્થાપના કરી હતી અને નાગપુરમાં એક પ્લાન્ટ બનાવ્યો હતો. જે 2018થી ઘણા ફાલ્કનો માટે ભાગોનું નિર્માણ કરે છે.
ડસોલ્ટ ઇવિએશનથી 36 રાફેલ જેટ ખરીદવા માટે 59,000 કરોડ રૂપિયાના સોદો કર્યો
NDA સરકારે 23 સપ્ટેમ્બર, 2016ના રોજ ફ્રેન્ચ એરોસ્પેસ પ્રમુખ ડસોલ્ટ ઇવિએશનથી 36 રાફેલ જેટ ખરીદવા માટે 59,000 કરોડ રૂપિયાના સોદો કર્યો હતો. જે લગભગ સાત વર્ષ પછી 126 મીડિયમ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (MMRCA)ને ખરીદવા માટે હતું.