- જયપુરમાં આર્ચરીના સાધનોના નામ પર છેતરપિંડીનો આક્ષેપ
- મહિલા આર્ચર કીર્તિએ 2 આંતરરાષ્ટ્રીય આર્ચર પર લગાવ્યો આક્ષેપ
- પૈસા આપ્યા છતાં પૂરતા સાધનો નથી અપાયા હોવાનો પણ આક્ષેપ
જયપુર (રાજસ્થાન): જ્યોતિનગર પોલીસ સ્ટેશનમાં એક મહિલા આર્ચરે 2 આંતરરાષ્ટ્રીય આર્ચર સામે કોચિંગ અને આર્ચરીના સાધનો ખરીદવાના નામે લાખો રૂપિયા લેવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર, માન સરોવરમાં રહેતી મહિલા આર્ચર કીર્તિએ આંતરરાષ્ટ્રીય આર્ચર રજત ચૌહાણ અને સ્વાતિ દૂધવાલ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે, કોચિંગ અને આર્ચરીના સાધનોના નામ પર તેમની પાસેથી પૈસા માગવામાં આવ્યા છે. પૈસા આપવા છતા પણ તેમને પૂરા સાધનો આપવામાં નથી આવ્યા. આ સાથે જ આર્ચરીની પ્રેક્ટિસને પણ રોકી દેવાઈ છે.
આ પણ વાંચોઃ IPL 2021: કેપ્ટનશિપથી વધારે જવાબદારીથી પંતનું પરફોર્મન્સ સુધરશે : પોન્ટિંગ
મહિલા આર્ચર કીર્તિએ નોંધાવેલી ફરિયાદમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્યારે તે પિતા સાથે SMS સ્ટેડિયમ ગઈ તો તેને આંતરરાષ્ટ્રીય આર્ચર રજત ચૌહાણ અને સ્વાતિ દૂધવાલે પ્રેક્ટિસ કરવાની ના પાડી દીધી હતી. ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા માટે પહેલા 3,500 રૂપિયા પ્રતિ મહિના આપવાની માગ કરવામાં આવી હતી. ત્યારબાદ આ રકમ વધારીને 5,000 રૂપિયા કરી દેવાઈ હતી. આ સાથે જ આર્ચરની સ્પોર્ટ્સ કિટ ખરીદવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. આર્ચરીના સાધનોના નામ પર 3 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ અન્નુરાજ સિંહ અને ગગન નારંગ ટૂંક સમયમાં લગ્ન કરશે
કીર્તિના આક્ષેપો પાયાવિહોણાઃ આંતરરાષ્ટ્રીય આર્ચર રજત ચૌહાણ અને સ્વાતિ દૂધવાલ
આટલી રકમ લીધા પછી પણ પૂરતા સાધનો નહતા અપાયા. જોકે, પોલીસે ફરિયાદ અનુસાર તપાસ શરૂ કરી છે. પોલીસ SMC ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતી અન્ય ખેલાડીઓ અને કોચ પાસેથી માહિતી એકત્રિત કરી રહી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય આર્ચર રજત ચૌહાણ અને સ્વાતિ દૂધવાલે મહિલા આર્ચર કીર્તિના આરોપોના પાયાવિહોણા કહ્યા છે.