- સીમાપુરી વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી
- સીમાપુરીમાં સવારે 4.07 વાગ્યે એક મકાનમાં આગ લાગી
- આગ લાગતા ચાર લોકોના કરૂણ મોત
નવી દિલ્હી: શાહદરા (Shahdara)જિલ્લાના જૂની સીમાપુરી (Seemapuri)વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતા ચાર લોકોના કરૂણ મોત થયા છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આગ વહેલી સવારે લાગી હતી.
આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો
ફાયર વિભાગ (Fire Department)પાસેથી મળેલી માહિતી મુજબ જૂની સીમાપુરીમાં સવારે 4.07 વાગ્યે એક મકાનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં ઘરના ત્રીજા માળે બે પુરૂષ અને બે મહિલાના મોત થયા હતા. તેનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું છે. હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Mumbai Cruise Drug Case: આર્યન ખાનની જામીન અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી
આ પણ વાંચોઃ 'હું દાઉદ નથી, જ્ઞાનદેવ છું'- નવાબ મલિકના આક્ષેપો બાદ સમીર વાનખેડેના પિતાનો જવાબ