ETV Bharat / bharat

પુત્રના અવસાન બાદ એક જ પરિવારના 4 વ્યક્તિઓએ આયખું ટૂંકાવ્યું - four people of the same family suicide in Pali

રાજસ્થાનના પાલીમાંથી (four people of the same family suicide in Pali) બુધવારે એક મોટી ઘટના સામે આવી છે. પાલી જિલ્લામાં એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા (Pali Suicide Case Same family) કરી હતી. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખ્યા હતા. જોકે, આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે.

પુત્રના અવસાન બાદ એક જ પરિવારના 4 વ્યક્તિઓએ આયખું ટૂંકાવ્યું

author img

By

Published : Dec 21, 2022, 8:09 PM IST

પાલી-રાજસ્થાન: પાલી જિલ્લાના રોહત પોલીસ સ્ટેશન વિસ્તારના (four people of the same family suicide in Pali) સાંઝી ગામમાં એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગામના ભલ્લારામ મેઘવાલનો એકમાત્ર પુત્ર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો. બુધવારે બપોરે ભલ્લારામ તેને બતાવવા રોહત હોસ્પિટલમાં લઈ જઈ રહ્યો હતો. ત્રણ વર્ષના પુત્ર ભીમરાવનું રસ્તામાં જ મોત થઈ ગયું, જેના પછી આખો પરિવાર તણાવમાં આવી ગયો. પરિવારે ગામ પરત ફરતી વખતે આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ધોળા દિવસે ઢીમ ઢાળી દીધું, છરીના ઘા મારી હત્યાની ઘટના CCTVમાં થઈ કેદ

પાંચ વર્ષની પુત્રીનું અવસાન: ભલ્લારામની સાથે તેમની પત્ની મીરાએ પણ તેમની પાંચ વર્ષની પુત્રી નિકિતાને સાથે લઈને મોતને ભેટી હતી. ઘટનાની જાણ થતાં રોહત પોલીસ સ્ટેશનના પ્રભારી ઉદય સિંહ પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને મૃતદેહોને રોહત હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. જોકે પોલીસ મૃત્યુના કારણ વિશે સ્પષ્ટપણે કંઈ કહી શકતી નથી. જોકે તેને આત્મહત્યા કહેવામાં આવી રહી છે. ફિલહાલા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એક જ પરિવારના ચાર લોકોના મોત બાદ રોહત વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતક ભલ્લારામ મેઘવાલના ઘરમાં પાંચ સભ્યોમાંથી માત્ર એક જ આઠ વર્ષની બાળકી બચી છે, જે ઘટના સમયે શાળાએ ગઈ હતી.

આ પણ વાંચો: ગર્ભવતી બનાવી પ્રેમિકાને છોડી દેનાર પ્રેમી પકડાયો, ખુલ્યાં કપટી પ્રેમીના રહસ્યો

તપાસ ચાલું: જોકે, આ કેસમાં પોલીસે યુદ્ધના ધોરણે તપાસ ચાલું કરી દીધી છે. આને હાલમાં તો આત્મહત્યા માનીને કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, આ પહેલા દિલ્હીમાંથી એક સાથે એકજ પરિવારના 11 વ્યક્તિઓના મોતના વાવડ સામે આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.