ETV Bharat / bharat

યુપીમાં એક જ પરિવારના ચાર સભ્યોએ કરી આત્મહત્યા, જાણો શું છે સમગ્ર ઘટના - એક જ પરિવારના ચાર સભ્યોએ આત્મહત્યા

ગાજીપુર જિલ્લાના સાદત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોએ આત્મહત્યા (Suicide in Sadat police station area) કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ પત્ની અને બાળકોનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ પછી પિતાએ ગળેફાંસો ખાઈને જીવ આપી દીધો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક રામ બદન સિંહ (Superintendent of Police Ram Badan Singh)ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો.

યુપીમાં એક જ પરિવારના ચાર સભ્યોની આત્મહત્યા, આજુ બાજુ ચકચાર મચીજવા પામ્યો

author img

By

Published : Apr 18, 2022, 9:01 PM IST

ગાજીપુર: સદાત નગરના વોર્ડ નંબર બે સોનકર બસ્તીમાં (Suicide in Sadat police station area) રહેતા યુવકે પારિવારિક વિવાદને કારણે આત્મહત્યાનું પગલું (Four members of the same family commit suicide)ભર્યું હતું. યુવકે પહેલા તેની પત્ની અને છ વર્ષના પુત્ર અને ચાર વર્ષની પુત્રીની હત્યા કરી અને પછી પોતાને રૂમમાં બંધ કરીને ફાંસી લગાવી દીધી હતી. જ્યારે સવારે દરવાજો ન ખુલ્યો, ત્યારે પડોશીઓએ પોલીસને બોલાવી હતી. દરવાજો તોડ્યા બાદ તેમણે અંદર પરિવારના ચાર સભ્યોના મૃતદેહ પડેલા જોયા હતા.

આ પણ વાંચો: યુપીનું માફિયા રાજઃ ગંગા કિનારે 'નેપાળી' કેવી રીતે બન્યો ખૂની? જાણો 'મોટા માફિયાની મોટી કહાણી'

પ્રાપ્ત માહિતી અનુસાર, સાદત નગરના વોર્ડ બેમાં રહેતો શિવદાસ ઉર્ફે ડબલ્યુ સોનકર (36) રેલવે સ્ટેશન પર સ્ટોલ લગાવતો હતો. તેના લગ્ન લગભગ આઠ વર્ષ પહેલા રીના સોનકર સાથે થયા હતા. તેમને એક પુત્ર રાહુલ (6) અને પુત્રી તેજલ (4) હતા. જાણવા મળી રહ્યું છે કે તેની પત્ની સાથે તેને અવારનવાર ઝઘડો થતો હતો. તેની પત્ની લગભગ એક વર્ષથી માવતરે ચાલી ગઈ હતી. અહીં તેના માતા-પિતાની દસ દિવસ સુધી સમજાવટ બાદ તે શિવદાસ પાસે પાછી આવી હતી. પાડોશીઓના કહેવા પ્રમાણે, શનિવારે ફરીથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી જ્યારે સવારે 7.30 વાગ્યા સુધી દરવાજો ન ખૂલ્યો તો પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ઘરનો દરવાજો તોડી અંદર જઈને જોયું તો શિવદાસ રૂમમાં લટકતો હતો. તેની પાસે પત્ની અને બે બાળકોની લાશ પણ મળી આવી હતી.

આ પણ વાંચો: UP CRIME REPORT : યુપીમાં માફિયા તરીકે જાણીતા, અમિત ઉર્ફે ભુરાની કહાણી

આ ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસની સાથે સૈયદપુરના સીઓ, એસપી રામબદન સિંહ, એસપી સિટી ગોપીનાથ સોની પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.