- પૂર્વ પ્રધાન અનૂપ મિશ્રા ફરી એકવાર ચર્ચામાં
- હિંન્દુ મહાસભામાં જોડવવાનું મળ્યું આમંત્રણ
- રાજનૈતિક કોરીડોરમાં હલચલ
ગ્વાલિયર : ફરી એક વાર ગ્વાલિયરમાં હિંન્દુ મહસભા ચર્ચામાં છે. આજે હિંન્દુ મહાસભાએ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેઇના ભાણ્યો અને પૂર્વ પ્રધાન અનૂપ મિશ્રાને હિંન્દુ મહાસભાના સભ્ય બનવા માટે આમંત્રણ આપ્યું છે અને પૂર્વ પ્રધાન અનૂપ મિશ્રાએ આ આમંત્રણને સ્વીકાર્યું છે. હિંન્દુ મહાસભાના આમંત્રણ બાદ રાજનિતીમાં ભણભળાટ મચ્યો છે.
શાકભાજીના વેપારીઓના સમર્થનમાં આંદોલન કરવાના સમયે હિંન્દુ મહાસભાએ આપ્યું આમંત્રણ
આજે 31 માર્ચે શાકભાજીના વેપારીના સમર્થનમાં પૂર્વ પ્રધાન અનૂપ મિશ્રા વિરોધ કરવા પહોંચ્યા હતા અને આંદોલનનું સમર્થન હિંન્દુ મહાસભાએ પણ કર્યું અને આ જ દરમિયાન હિંન્દુ મહાસભાના પદાઅધિકારીઓએ પૂર્વ પ્રધાન અનૂપ મિશ્રાને સભ્ય બનવા માટે આમંત્રણ પત્ર આપ્યું હતું. આ દરમિયાન હિંન્દુ મહાલભાના સંભાગીય અધ્યક્ષ પનવ ગુપ્તા, સંભાગીય સંગઠન મહામંત્રી મનોજ બાટવ અને સંભાગીય સંગઠન મંત્રી મુકેશ બઘેલા હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : કચ્છમાં લવજેહાદ મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી
પૂર્વ પ્રધાન અનૂપ મિશ્રાનું આ પગલું રાષ્ટ્રહિતમાં
હિન્દુ મહાસભાના પદાધિકારીનું કહેવું છે કે ભાજપમાં જૂથવાદને કારણે અને સરકારની વિફળતાઓને કારણે તેમના જ નેતાઓ તેમના વિરૂદ્ધ નેતાઓ રોડ પર આંદોલન કરવા માટે મજબૂર બન્યા છે. જો અનૂપ મિશ્રા હિંન્દુ મહાસભાના સભ્યપદને સ્વીકારે તો તેમનું આ પગલું રાષ્ટ્રીયહિત અને જનહિતમાં હશે.
આમંત્રણ પત્રને લઈને પૂર્વ પ્રધાન અનૂપ મિશ્રાએ કહ્યું છે કે આ બાબતે હાલમાં મારો કોઈ મત નથી, હું જે પાર્ટી સાથે જોડાયેલો છું તે મારી માતા છે. મને આમંત્રણ પત્ર કેમ આપવામાં આવ્યું છે તે મને નથી સમજાતું, જ્યારે હું આંદોલન સ્થળે પહોંચ્યો ત્યારે તે લોકોએ કહ્યું કે તેઓ એક આમંત્રણ આપવા માગે છે એટલે હું એ તે સ્વીકારી લીધું, મને નહોતી ખબર કે તેમાં શું લખ્યું હતું.
આ પણ વાંચો : UPમાં હિન્દુ મહાસભાના દિગ્ગજ નેતા રણજીત બચ્ચનની ગોળી મારી હત્યા
પૂર્વ પ્રધાન અનૂપ મિશ્રા સરકારથી છે નારાઝ
રાજનૈતીક કોરીડોરમાં હંમેશા વાતો થતી રહેતી હોય છે કે પૂર્વ પ્રધાન અનૂપ મિશ્રા પોતાની પાર્ટીથી નારાઝ છે અને તેનું સૌથી મોટું કારણ છે કે આ વખતે તેમને પાર્ટીએ વિધાનસભા ચૂંટણની ટીકીટ ન આપી. તે પાર્ટીના વધારે કાર્યક્રમમાં ભાગ પણ નહોતા લઇ રહ્યા. ત્યારે જોવામાં આવી રહ્યું છે કે તે સતત ખેડૂતો અને વેપારીઓની સાથે સરકારના વિરોધના આંદોલન કરી રહ્યા છે.