ETV Bharat / bharat

પાકિસ્તાનના ભૂતપૂર્વ પેરા બ્રિગેડ સભ્ય કાઝી સજ્જાદ અલી ઝહીરનું ભારતમાં કરાયું સન્માન - બહિનીને ગેરિલા યુદ્ધ

પાકિસ્તાન સામેના 1971ના યુદ્ધમાં ભારતની સફળતામાં કાઝી સજ્જાદ અલી ઝહીરના(Quazi Sajjad Ali Zaheer) યોગદાનને માન આપીને તેમને પદ્મશ્રી, સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશી લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) ઝહીર પાકિસ્તાનની પેરા- બ્રિગેડના સભ્ય રહી ચૂક્યા છે.

ભૂતપૂર્વ પાકિસ્તાનના પેરા બ્રિગેડ સભ્ય આઝી સજ્જાદ અલી ઝહીરનું ભારતમાં સન્માન કર્યું

author img

By

Published : Nov 11, 2021, 8:27 AM IST

  • ભૂતપૂર્વ પાકિસ્તાન પેરા બ્રિગેડના સભ્યનું ભારતમાં સન્માન કરાયું
  • કાઝી સજ્જાદને પદ્મશ્રી, સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો
  • 20 વર્ષની ઉંમરે પાકિસ્તાનની યોજનાઓ અંગેના દસ્તાવેજો સાથે ભારત આવ્યા હતા

દિલ્હી: બાંગ્લાદેશને પાકિસ્તાનના અત્યાચારોથી મુક્ત કરવામાં તેમના યોગદાન બદલ ભારત સરકારે પાકિસ્તાનની ચુનંદા પેરા- બ્રિગેડના(Member of Pakistan Para-Brigade) ભૂતપૂર્વ સભ્ય અને હવે બાંગ્લાદેશી લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) કાઝી સજ્જાદ અલી ઝહીરને સન્માનિત કર્યા છે. યોગાનુયોગ, લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) ઝહીર 71 વર્ષના થઈ ગયા છે.જ્યારે ભારત અને બાંગ્લાદેશ યુદ્ધના 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

ભારતીય બીર પ્રતિક, શૌર્ય માટે વીર ચક્રની સમકક્ષ અને બાંગ્લાદેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન સ્વાધિનતા મેડલ એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારે પાકિસ્તાન સામે 1971ના યુદ્ધમાં(Indo-Pakistani War of 1971) ભારતની સફળતામાં તેમના યોગદાનને માન આપીને તેમને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે.

સરહદ પાર કરતી વખતે કાઝી સજ્જાદ ખિસ્સામાં માત્ર 20 રૂપિયા હતા

20 વર્ષની ઉંમરે પાકિસ્તાનની યોજનાઓ અંગેના દસ્તાવેજો અને નકશા સાથે ભારત આવ્યા હતા. તે સિયાલકોટ સેક્ટરમાં તૈનાત પાકિસ્તાની આર્મીમાં એક યુવાન અધિકારી હતા અને પછી પૂર્વ પાકિસ્તાનમાં ક્રૂરતા અને નરસંહારને જોતા માર્ચ 1971માં ભારતમાં પ્રવેશવામાં સફળ થયા હતા.

સરહદ પાર કરતી વખતે તેના ખિસ્સામાં માત્ર 20 રૂપિયા હતા. શરૂઆતમાં તેના પર પાકિસ્તાની જાસૂસ(Pakistani spy) હોવાની શંકા હતી. પરતું એકવાર તે ભારત આવ્યા પછી, પઠાણકોટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં લશ્કરી અધિકારીઓ દ્વારા પાકિસ્તાની સેનાની તૈનાતી અંગે પૂછપરછ કરવામાં આવી હતી.

ઝીણાનું પાકિસ્તાન કબ્રસ્તાન બની ગયું

પાકિસ્તાની સૈન્યનો મુકાબલો કરવા માટે મુક્તિ બહિનીને ગેરિલા યુદ્ધની(Guerrilla warfare) તાલીમ આપવા પૂર્વ પાકિસ્તાન જતા પહેલા તેને મહિનાઓ સુધી સલામત ઘરે લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનમાંથી ભાગી જવાનું કારણ દર્શાવ્યું હતું કે, ઝીણાનું પાકિસ્તાન કબ્રસ્તાન બની ગયું છે. તેમની સાથે બીજા વર્ગના નાગરિકો જેવો વ્યવહાર કરવામાં આવતો હતો જેમને કોઈ અધિકારો નહોતા.

આ પણ વાંચોઃ જાપાનના વડાપ્રધાન તરીકે એકવાર ફરી ફુમિયો કિશિદા ચૂંટાઈ આવ્યા

આ પણ વાંચોઃ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મા બગલામુખી મંદિરમાં તેના પતિ સાથે તાંત્રિક વિધિ કરાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.