નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે આદિવાસી મહિલાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, 'અમે એનડીએ વતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
-
BJP's parliamentary board meeting underway at party headquarters in Delhi
— ANI (@ANI) June 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
PM Narendra Modi, party president JP Nadda, Defence Minister Rajnath Singh, Union Home Minister Amit Shah, Union Minister Nitin Gadkari, and others present at the meeting pic.twitter.com/SeoQS9SOwB
">BJP's parliamentary board meeting underway at party headquarters in Delhi
— ANI (@ANI) June 21, 2022
PM Narendra Modi, party president JP Nadda, Defence Minister Rajnath Singh, Union Home Minister Amit Shah, Union Minister Nitin Gadkari, and others present at the meeting pic.twitter.com/SeoQS9SOwBBJP's parliamentary board meeting underway at party headquarters in Delhi
— ANI (@ANI) June 21, 2022
PM Narendra Modi, party president JP Nadda, Defence Minister Rajnath Singh, Union Home Minister Amit Shah, Union Minister Nitin Gadkari, and others present at the meeting pic.twitter.com/SeoQS9SOwB
રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત - ભાજપની સર્વોચ્ચ નીતિ-નિર્માણ સંસ્થા, સંસદીય બોર્ડની એક બેઠક મંગળવારે અહીં પક્ષના મુખ્યાલયમાં ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) ઉમેદવારના નામ પર વિચારમંથન કરવા માટે યોજાઈ હતી. બેઠકમાં ભાજપે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવારના નામ પર મહોર મારી દીધી છે. બેઠક દરમિયાન ભાજપે એનડીએ ગઠબંધનમાં સામેલ સાથી પક્ષોના નેતાઓ સાથે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર પણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને સંસદીય બોર્ડના અન્ય સભ્યો હાજર હતા.
-
हमने NDA की तरफ से द्रौपदी मुर्मू को राष्ट्रपति पद के लिए उम्मदीवार घोषित किया है: भाजपा के राष्ट्रीय अध्यक्ष जे. पी. नड्डा, दिल्ली pic.twitter.com/mr66WsnsEG
— ANI_HindiNews (@AHindinews) June 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">हमने NDA की तरफ से द्रौपदी मुर्मू को राष्ट्रपति पद के लिए उम्मदीवार घोषित किया है: भाजपा के राष्ट्रीय अध्यक्ष जे. पी. नड्डा, दिल्ली pic.twitter.com/mr66WsnsEG
— ANI_HindiNews (@AHindinews) June 21, 2022हमने NDA की तरफ से द्रौपदी मुर्मू को राष्ट्रपति पद के लिए उम्मदीवार घोषित किया है: भाजपा के राष्ट्रीय अध्यक्ष जे. पी. नड्डा, दिल्ली pic.twitter.com/mr66WsnsEG
— ANI_HindiNews (@AHindinews) June 21, 2022
દ્રૌપદી મુર્મુના નામ થયું જાહેર - બીજેપી હેડક્વાર્ટર પહોંચતા જ નડ્ડાએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓએ સંયુક્ત ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંખ્યાના આધારે મજબૂત સ્થિતિમાં છે અને જો તેને બીજેડી અથવા આંધ્રપ્રદેશમાં સત્તારૂઢ વાયએસઆર કોંગ્રેસ જેવી પાર્ટીઓનું સમર્થન મળે છે, તો તેની જીત નિશ્ચિત છે. જણાવી દઈએ કે વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. વિપક્ષના ઉમેદવાર તરીકે સિન્હાના નામની જાહેરાત બાદ હવે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન 18 જુલાઈએ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 29 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે.
NDAએ ખુલ્યું રાજ - નોંધપાત્ર વાત એ છે કે, બીજેપી સંસદીય બોર્ડની મહત્વપૂર્ણ બેઠક પહેલા, અમિત શાહ અને રાજનાથ સિંહ નડ્ડા સાથે આજે સવારે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને મળ્યા હતા. આ પછી એવી અટકળો ચાલી રહી છે કે સત્તારૂઢ NDA તેમને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવી શકે છે. નાયડુ સોમવારે દિલ્હીથી ત્રણ દિવસની મુલાકાતે હૈદરાબાદ પહોંચ્યા હતા. તેણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મંગળવારે સવારે સિકંદરાબાદમાં પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને યોગાભ્યાસ પણ કર્યો હતો. ત્યારપછી તેમણે તેમનો પ્રવાસ ઓછો કર્યો અને મંગળવારે દિલ્હી પરત ફર્યા.
રાજકીય સફર પર એક નજર - 20 જૂન 1958ના રોજ ઓડિશામાં એક સરળ સંથાલ આદિવાસી પરિવારમાં જન્મેલી દ્રૌપદી મુર્મુએ 1997માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણી 1997 માં રાયરંગપુર, ઓડિશામાં જિલ્લા બોર્ડની કાઉન્સિલર તરીકે ચૂંટાઈ હતી. રાજકારણમાં જોડાતા પહેલા, તેણીએ શ્રી ઓરોબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, રાયરંગપુરમાં માનદ સહાયક શિક્ષક અને સિંચાઈ વિભાગમાં જુનિયર સહાયક તરીકે કામ કર્યું છે. તે ઓડિશામાં બે વખત ધારાસભ્ય રહી ચૂકી છે અને નવીન પટનાયક સરકારમાં મંત્રી તરીકે કામ કરવાની તક પણ મળી છે. તે સમયે બીજુ જનતા દળ અને ભાજપની ગઠબંધન સરકાર હતી. દ્રૌપદી મુર્મુને ઓડિશા વિધાનસભા દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
રાજ્યપાલનો કાર્યકાળ મે 18 ના રોજ પૂર્ણ થયો - દ્રૌપદી મુર્મુએ 18 મે, 2015 ના રોજ ઝારખંડના રાજ્યપાલ તરીકે શપથ લીધા પહેલા, બે વાર ધારાસભ્ય તરીકે અને એક વખત ઓડિશામાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી છે. ગવર્નર તરીકેનો તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ 18 મે 2020ના રોજ પૂર્ણ થયો હતો, પરંતુ કોરોનાને કારણે રાષ્ટ્રપતિ દ્વારા નવી નિમણૂંક ન કરવાને કારણે તેમનો કાર્યકાળ આપોઆપ લંબાયો હતો. પોતાના કાર્યકાળ દરમિયાન તે ક્યારેય વિવાદોમાં નથી રહી. તે ઝારખંડની આદિવાસી બાબતો, શિક્ષણ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર હંમેશા સતર્ક રહેતી હતી. અનેક પ્રસંગોએ તેમણે બંધારણીય ગરિમા અને શાલીનતા સાથે રાજ્ય સરકારોના નિર્ણયોમાં દખલગીરી કરી. યુનિવર્સિટીઓના એક્સ-ઓફિસિયો ચાન્સેલર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, રાજ્યની ઘણી યુનિવર્સિટીઓમાં વાઈસ-ચાન્સેલર અને પ્રો-વાઈસ-ચાન્સેલરની ખાલી જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી હતી.