ETV Bharat / bharat

ભારતના પૂર્વ દોડવીર મિલ્ખા સિંઘના પત્ની નિર્મલ કૌરનુું કોરોનાથી નિધન - Infected with corona

ભારતના પૂર્વ દોડવીર ફ્લાઈંગ શિખ મિલ્ખા સિંઘ (milkha Singh)ના પત્ની નિર્મલ કૌરનું નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા. રવિવારે સાંજે 4 વાગ્યે નિર્મલ કૌરે (nirmal kaur) અંતિમ શ્વાસ લીધા હતા. રવિવારે જ ચંદીગઢમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નિર્મલ કૌર કોરોના સંક્રમિત હોવાથી તેમને ચંદીગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભારતના પૂર્વ દોડવીર મિલ્ખા સિંઘના પત્ની નિર્મલ કૌરનુું કોરોનાથી નિધન

author img

By

Published : Jun 14, 2021, 11:52 AM IST

  • ભારતના પૂર્વ મિલ્ખા સિંઘના પત્ની નિર્મલ કૌરનું નિધન
  • નિર્મલ કૌર કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં દાખલ હતા
  • રોમ ઓલિમ્પિક પછી મિલ્ખા સિંઘના લગ્ન થયા હતા

ચંદીગઢઃ ભારતના પૂર્વ દોડવીર ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંઘના પત્ની નિર્મલ કૌરનું રવિવારે નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. નિર્મલ કૌર પણ પોતાના પતિ મિલ્ખા સિંઘની જેમ સ્પોર્ટ પર્સન હતાં. નિર્મલ કૌર ભારતીય વૉલીબોલ ટીમના કેપ્ટન હતાં. વર્ષ 1962ના રોમ ઓલિમ્પિક પછી નિર્મલ કૌરના મિલ્ખા સિંઘ સાથે લગ્ન થયા હતા.

નિર્મલ કૌર કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં દાખલ હતા

આ પણ વાંચો- આંતરરાષ્ટ્રીય ગાયક લોક કલાકાર લાદુરામ નાયકનું કોરોનાથી નિધન

રોમ ઓલિમ્પિક પછી મિલ્ખા સિંઘ અને નિર્મલ કૌરના લગ્ન થયા હતા

એવું માનવામાં આવે છે કે, ફ્લાઈંગ શિખ મિલ્ખા સિંઘ તેમના પત્નીને મેડલ બતાવતા હતા. તેમણે ઘણી વખત એવું કર્યું છે કે, વર્ષ 1960માં રોમ ઓલિમ્પિકમાં તેમને મેડલ નહતો મળ્યો. મિલ્ખા સિંઘે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેઓ કોલંબોમાં ઈન્ડો-સિલોન રમતોમાં ભાગ લઈ રહ્યા હતા. તે વખતે તેઓ પ્રેમમાં પડ્યા હતા. નિર્મલ કૌરે જણાવ્યું હતું કે, તેઓ મિલ્ખા સિંઘના બહુ મોટા ફેન હતા અને તેમના ઓટોગ્રાફ લેતા રહેતા હતા.

ભારતના પૂર્વ મિલ્ખા સિંઘના પત્ની નિર્મલ કૌરનું નિધન

આ પણ વાંચો- રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ પહાડિયાનું કોરોનાથી નિધન

વર્ષ 1938માં નિર્મલ કૌરનો જન્મ થયો હતો

નિર્મલ કૌરનો જન્મ 10 ઓક્ટોબર 1938માં પંજાબના શેખુપૂરામાં થયો હતો. તે રાજ્ય વિભાગમાં મહિલાઓ માટે ખેલ નિર્દેશક હતાં. તેમણે વર્ષ 1958માં પંજાબ યુનિવર્સિટીથી રાજનીતિ વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.