- શનિવારે ભૂપેન્દ્ર હૂડાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો
- ભૂપેન્દ્રસિંહ હૂડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- હરિયાણામાં વધુ 7,717 લોકો અસરગ્રસ્ત થયા
ચંડીગઢ(હરિયાણા): રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ હૂડા અને તેમની પત્ની આશા હૂડાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે રાજ્યમાં વધુ 7,717 લોકો અસરગ્રસ્ત થયા હતા, જ્યારે 32 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પાણીપત અને ફરીદાબાદમાં પ્રત્યેક 5 દર્દીઓ, હિસાર, કરનાલ અને રોહતકમાં 3, જીંદ, પલવાલ, પંચકુલા, અંબાલા અને ગુરુગ્રામમાં 2 અને ફતેહાબાદ, યમુનાનગર અને કુરુક્ષેત્રમાં એક-એક દર્દીઓનાં મોત થયાં છે.
આ પણ વાંચો:કર્ણાટકના CM યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાન યોગીના સાજા થવાની કરી કામના
2,68,624 દર્દીઓની તપાસ કરવામાં આવી
દર 10 લાખ લોકો માટે 2,68,624 દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. શનિવારે વધુ 55,660 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 31,56,740 લોકોને રસી આપવામાં આવી છે.