ETV Bharat / bharat

Accident In Canada : અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત, 2 ઘાયલ - કેનેડામાં હાઈ કમિશ્નર

કેનેડામાં (Accident In Canada) એક ભયાનક માર્ગ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. તે જ સમયે, વાન અને ટ્રેક્ટર ટ્રેલર અથડાતા અકસ્માત થયો હતો.

Accident In Canada : અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત, 2 ઘાયલ

author img

By

Published : Mar 14, 2022, 11:06 AM IST

ઓટાવાઃ કેનેડાના (Accident In Canada) ટોરોન્ટોમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. જ્યારે 2 હોસ્પિટલમાં દાખલ છે. સ્થાનિક મીડિયા અનુસાર વાન અને ટ્રેક્ટર ટ્રેલરની ટક્કર બાદ આ અકસ્માત થયો હતો. આ અકસ્માત ઓન્ટારિયો હાઈવે પર થયો હતો.

આ પણ વાંચો: Accident In Maharashtra : ભક્તોના ટ્રેક્ટરને ટ્રકે મારી ટક્કર, 7 મોત 40 ઘાયલ

અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત

કેનેડામાં હાઈ કમિશ્નર અજય બિસારિયાના જણાવ્યા અનુસાર આ ઘટના 13 માર્ચે બની હતી. ટોરોન્ટો પાસે આ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. બીજી તરફ ટોરોન્ટોમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાની ટીમ મદદ માટે મૃત વિદ્યાર્થીઓના મિત્રોના સંપર્કમાં છે. અજય બિસારિયાએ ટ્વિટર પર પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

મૃતકની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે

ક્વિન્ટે વેસ્ટ ઑન્ટારિયો પ્રાંતીય પોલીસે જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની ઓળખ થઈ ગઈ છે. અકસ્માતમાં હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમારના મોત થયા છે. મૃતકની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે જણાવવામાં આવી રહી છે. તમામ મૃતક વિદ્યાર્થીઓ ગ્રેટર ટોરોન્ટો અને મોન્ટ્રીયલ વિસ્તારના હોવાનું કહેવાય છે.

કેનેડામાં હાઈ કમિશનર અજય બિસારિયાનું ટ્વિટ

  • Heart-breaking tragedy in Canada: 5 Indians students passed away in an auto accident near Toronto on Saturday. Two others in hospital. Deepest condolences to the families of the victims. @IndiainToronto team in touch with friends of the victims for assistance. @MEAIndia

    — Ajay Bisaria (@Ajaybis) March 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Accident Death in Surat : સુરતમાં કાળમુખી ડમ્પરે એક વ્યક્તિને અડફેટે લેતા મોત

પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી

13 માર્ચ પાંચેય વિદ્યાર્થીઓ હાઇવે 401 પર પેસેન્જર વાનમાં મુસાફરી કરવા જતા હતા, ત્યારે આ ભયાનક માર્ગ અકસ્માત (Accident In Canada) થયો હતો. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. જો કે હજુ સુધી આ મામલે કોઈ પર આરોપ લગાવવામાં આવ્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.