- મહારાષ્ટ્રના માછીમારને બગાસું ખાતા પતાસું મળ્યું
- એક સાથે 153 ઘોલ માછલીઓ મળતા નસીબ ખુલ્યું
- માછલીઓના વેચાણ બાદ 1.33 કરોડ રૂપિયાની આવક થઈ
મહારાષ્ટ્ર: જલગાંવનો ચંદ્રકાન્ત માછીમારી પરનો પ્રતિબંધ હટ્યા બાદ પોતાના 8 સાથીઓને લઈને દરિયો ખેડવા નિકળ્યો હતો. જોકે, દરિયો ખેડતી વખતે તેને લોટરી લાગી ગઈ હતી. તેની જાળમાં એક નહિ, બે નહિં, પરંતુ 157 ઘોલ માછલીઓ આવી ગઈ હતી. જેના વેચાણથી તેમને 1.33 કરોડ રૂપિયા મળ્યા હતા.
શું છે ઘોલ માછલીનું મહત્વ?
ઘોલ માછલીને Ghoul Fish પણ કહેવામાં આવે છે, કેમ કે આની કિંમત સોના કરતા ઓછી નથી. આની કિંમત એટલા માટે હોય છે કારણકે તેનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. આથી બનતી દવાઓથી અનેક રોગની સારવાર થાય છે. આ સિવાય આનો ઉપયોગ કૉસ્મેટિક બનાવવા માટે પણ કરવામાં આવે છે. આની ડિમાન્ડ હૉંગકૉંગ, મલેશિયા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને જાપાન જેવા દેશોમાં ખૂબ જ વધારે હોય છે. આ માછલીના દરેક ભાગની પોતાની એક અલગ કિંમત હોય છે.