દુબઈ એશિયા કપ 2022ની તૈયારીઓ માટે ટીમ ઈન્ડિયાએ ગુરુવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો (Team India practice session). આ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સાથે બાકીના ખેલાડીઓએ નેટ્સમાં ઘણો પરસેવો પાડ્યો હતો (Team India sweats in the nets). એશિયા કપ 2022માં ભારતીય ટીમ 28 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે ( India vs Pakistan Match). ટી20 વર્લ્ડ કપ 2021 બાદ આ બંને ટીમો પહેલીવાર આમને સામને થશે.
-
🔊 Sound 🔛#TeamIndia captain @ImRo45 & @imVkohli get into the groove ahead of the first clash against Pakistan.#AsiaCup2022 | #AsiaCup pic.twitter.com/GNd8imnmM3
— BCCI (@BCCI) August 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">🔊 Sound 🔛#TeamIndia captain @ImRo45 & @imVkohli get into the groove ahead of the first clash against Pakistan.#AsiaCup2022 | #AsiaCup pic.twitter.com/GNd8imnmM3
— BCCI (@BCCI) August 25, 2022🔊 Sound 🔛#TeamIndia captain @ImRo45 & @imVkohli get into the groove ahead of the first clash against Pakistan.#AsiaCup2022 | #AsiaCup pic.twitter.com/GNd8imnmM3
— BCCI (@BCCI) August 25, 2022
ખેલાડીઓએ પરસેવો પાડ્યો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે નેટ સેશનમાં અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમારનો સામનો કર્યો હતો. કોહલી સ્પિનરોના બોલ પર સ્ટેપ્સનો ઉપયોગ કરીને શોટ રમતા જોવા મળ્યો હતો, જ્યારે તેણે અર્શદીપના બોલ પર પોતાનો ક્લાસ બતાવ્યો હતો. રોહિત જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે શરૂઆતમાં તેણે થોડા બોલ આરામથી રમ્યા હતા. પ્રેક્ટિસ પછી રોહિત શર્મા મસ્તી કરવાના મૂડમાં જોવા મળ્યો હતો. તે સ્કેટિંગ સ્કૂટર ચલાવતો જોવા મળ્યો હતો. રોહિતનો આ વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જ શેર કર્યો છે.
ભારત પાક આમને સામને એશિયા કપ 2022માં ભારત 28 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. એશિયા કપ યુએઈમાં 27 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. એશિયા કપ 2022માં કુલ 13 મેચો રમાશે. ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે રમાશે.
ભારતીય ટીમ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને અવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.