મુંબઈ: ગુજરાતથી મુંબઈ જતી ચાલતી ટ્રેનમાં ફાયરિંગ થયાના સમાચાર છે. જેમાં 4 લોકોના મોત થયા છે. આ ઘટના મુંબઈના વાપી વિસ્તારથી બોરીવલી વચ્ચે બની હતી. ફાયરિંગ કરનાર કોન્સ્ટેબલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ જયપુર – મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં ફાયરિંગ કરનાર RPFનો કોન્સ્ટેબલ જ હોવાનું જણાય રહ્યું છે. આ ફાયરિંગની ઘટનામાં 4 લોકોના મોત થયા છે. જેમાં એક RPF સહિત 3 પેસેન્જરના મોત થયા છે.
-
An RPF constable opened fire inside a moving Jaipur Express Train after it crossed Palghar Station. He shot one RPF ASI and three other passengers and jumped out of the train near Dahisar Station. The accused constable has been detained along with his weapon. More details…
— ANI (@ANI) July 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">An RPF constable opened fire inside a moving Jaipur Express Train after it crossed Palghar Station. He shot one RPF ASI and three other passengers and jumped out of the train near Dahisar Station. The accused constable has been detained along with his weapon. More details…
— ANI (@ANI) July 31, 2023An RPF constable opened fire inside a moving Jaipur Express Train after it crossed Palghar Station. He shot one RPF ASI and three other passengers and jumped out of the train near Dahisar Station. The accused constable has been detained along with his weapon. More details…
— ANI (@ANI) July 31, 2023
સવારે 5.30 વાગ્યે બની ઘટના: ગોળીબારની આ ઘટના આજે સવારે 5.30 વાગ્યે જયપુર એક્સપ્રેસ (12956)ના કોચ નંબર B-5માં બની હતી. ગોળી મારનાર આરપીએફ જવાન ચેતન અને એએસઆઈ તિલકરામ બંને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારબાદ સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ કોન્સ્ટેબલ ચેતને અચાનક ASI પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે પ્રવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
RPFના જવાને કર્યું ફાયરિંગ: ડીઆરએમ નીરજ કુમારે જણાવ્યું કે સવારે લગભગ 6 વાગે અમને ખબર પડી કે એસ્કોર્ટિંગ ડ્યુટી પર તૈનાત એક આરપીએફ કોન્સ્ટેબલે ચાર લોકોને ગોળી મારી દીધી છે. અમારા રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. પરિવારજનોને બોલાવવામાં આવ્યા છે. વળતર આપવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર સવારે લગભગ સાડા પાંચ વાગ્યે ટ્રેન નંબર 12956 જયપુર એક્સપ્રેસમાં ગોળીબારના અહેવાલ મળ્યા હતા.
RPF જવાનની ધરપકડ: PF જવાન ચેતને ASI પર ગોળીબાર કર્યો હતો. તેના સિનિયરને ગોળી માર્યા બાદ કોન્સ્ટેબલ બીજી બોગીમાં ગયો અને ત્રણ મુસાફરોને ગોળી મારી દીધી. મીરા રોડ પર, પોલીસે સરકારી રેલવે પોલીસ અને આરપીએફ અધિકારીઓની મદદથી કોન્સ્ટેબલને પકડ્યો. આરોપી આરપીએફ જવાનની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે.
(વધારાની ઇનપુટ એજન્સી)