ભટિંડા: પંજાબના ભટિંડામાં બુધવારે સવારે એક મોટી ઘટના બની છે. સવારે લગભગ 4.35 વાગ્યે અહીંના મિલિટરી સ્ટેશન પર ઝડપી ગોળીબાર થયો હતો. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. ઘટના બાદ વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
-
#WATCH | Visuals from outside Bathinda Military Station where four casualties have been reported in firing inside the station in Punjab; search operation underway pic.twitter.com/jgaaGVIdMS
— ANI (@ANI) April 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Visuals from outside Bathinda Military Station where four casualties have been reported in firing inside the station in Punjab; search operation underway pic.twitter.com/jgaaGVIdMS
— ANI (@ANI) April 12, 2023#WATCH | Visuals from outside Bathinda Military Station where four casualties have been reported in firing inside the station in Punjab; search operation underway pic.twitter.com/jgaaGVIdMS
— ANI (@ANI) April 12, 2023
India-US economic partnership: સીતારામન અને યેલેને બે દેશની આર્થિક ભાગીદારીને મજબૂત કરવા કરી ચર્ચા
ભટિંડાના SSPએ કોઈપણ આતંકી હુમલાનો ઈન્કાર કર્યો: પંજાબના ભટિંડામાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. ક્વિક રિએક્શન ટીમ (QRT) મિલિટરી સ્ટેશન પર બનેલી ઘટના બાદથી સક્રિય છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સીલ કરી દેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. ભટિંડાના SSPએ કોઈપણ આતંકી હુમલાનો ઈન્કાર કર્યો છે. પોલીસ તેને પરસ્પર અથડામણની ઘટના ગણાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં પોલીસને પણ મિલિટ્રી સ્ટેશનની અંદર જવા દેવામાં આવતી નથી.
Vande Bharat: રાજસ્થાનની પ્રથમ વંદે ભારતને લીલી ઝંડી આપશે પીએમ મોદી, જાણો મુસાફરીની વિગતો
પહેલા સમાચાર આવ્યા હતા કે ગોળીબાર ચાલુ: નવી માહિતી અનુસાર, આ ઘટના અધિકારીઓની મેસની અંદર બની હતી. ઘટના સમયે સવારના 4.35 વાગ્યા હતા. એટલા માટે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ સૈન્ય અધિકારીઓ વચ્ચેની ઘટના હોઈ શકે છે. આ સમયે ફાયરિંગ બંધ થઈ ગયું છે. પહેલા સમાચાર આવ્યા હતા કે ગોળીબાર ચાલુ છે. ભટિંડા મિલિટરી સ્ટેશન શહેરને અડીને આવેલું છે. આ એક જૂનું અને ખૂબ મોટું લશ્કરી સ્ટેશન છે. અગાઉ તે શહેરથી થોડુ દૂર હતું, પરંતુ શહેરના વિસ્તરણ સાથે હવે લશ્કરી મથક રહેણાંક વિસ્તારની નજીક આવી ગયું છે. આ મિલિટરી સ્ટેશનની બહાર કોઈપણ સામાન્ય વાહન પહોંચી શકાય છે. સામાન્ય રીતે આ સ્ટેશનની બહાર જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થા હોય છે.