- દિલ્હી જૂતાના ગોડાઉનમાં સોમવારે લાગી હતી આગ
- મંગળવારે સવારે એક મૃતદેહ મળી આવ્યો
- ગોડાઉનનો માલિક પંકજ ગર્ગ થયો ફરાર
નવી દિલ્હીઃ એક દિવસ અગાઉ પશ્ચિમ દિલ્હીમાં જૂતાના ગોડાઉનમાં (Fire in shoe warehouse)માં આગ ભભૂક્યા બાદ મંગળવારે સવારે અગ્નિશામક દળ દ્વારા એક બળીને ખાખ થયેલો મૃતદેહ (a burnt body found) મળી આવ્યો હતો. દિલ્હી ફાયર સર્વિસ(Delhi Fire Service)ના અધિકારીઓએ આ વિશે માહિતી આપી હતી.
વેરહાઉસની અંદર ત્રણ કર્માચારીઓ ફસાયેલા હોવાની આશંકા
ઉદ્યોગ નગર સ્થિત બે માળના વેરહાઉસની અંદર ત્રણ કર્માચારીઓ હજુ ફસાયેલા હોવાની આશંકા છે અને સર્ચ ઓપરેશન ચાલુ (search operation continues) છે. સોમવારે ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી, આગ પર કાબુ લેવા માટે 35 ફાયર ટેન્ડર અને 140 ફાયર ફાઇટરો મોકલવામાં આવ્યા હતા. આ વેરહાઉસમાં, પગરખાં વેચવા માટે તૈયાર કરી અને પેક કરવામાં આવે છે.
બળીને ખાખ થયેલો મૃતદેહ મળી આવ્યો
દિલ્હી ફાયર સર્વિસીસના ડિરેક્ટર અતુલ ગર્ગે (Atul Garg) જણાવ્યું હતું કે, બળેલો મૃતદેહ બપોરે 3 વાગ્યે ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. જો કે આ મૃતકની ઓળખ થઈ નથી. ગોડાઉનની અંદર વધુ ત્રણ કર્મચારીઓ ફસાયા હોવાની આશંકા હોવાથી સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ પણ વાંચોઃ દિલ્હીના શાસ્ત્રી પાર્ક સ્થિત ફર્નિચર માર્કેટમાં લાગી ભીષણ આગ
ગોડાઉનના માલિક વિરુદ્ધ IPC કલમ 308 મુજબ ગુનો દાખલ
પોલીસે જણાવ્યું કે, ગોડાઉનના માલિકની ઓળખ પંકજ ગર્ગ તરીકે થઈ છે, જે ફરાર છે. આ બનાવ સંદર્ભે પોલીસે તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 308 (ગુનાહિત હત્યાના પ્રયાસ) હેઠળ ગુનો નોંધ્યો છે. સોમવારે આગની ઘટના બાદ આ ઈમારતને વિસ્તારની નાગરિક સંસ્થા દ્વારા જોખમકારક જાહેર કરવામાં આવ્યું છે.