હાવેરી : કર્ણાટકના હાવેરી જિલ્લાના અલાદકટ્ટી ગામમાં મંગળવાર સાંજે ફટાકડાની દુકાન અને ગોડાઉનમાં અચાનક લાગેલી આગમાં કારણે ચાર લોકોએ પોતાનો જિવ ગુમાવ્યા હતા. ચારેયના મૃતદેહ સંપૂર્ણપણે આગમાં બળીને ખાખ થઇ ગયા હતા. મૃતકોની ઓળખ 25 વર્ષીય દિમપ્પા ઓલેકરા, 28 વર્ષીય રમેશ બાર્કી અને 22 વર્ષીય શિવલિંગા અક્કી તરીકે થઈ છે. માહિતી સામે આવી છે કે તમામ મૃતકો બડગી તાલુકાના કાટેનહલ્લી ગામના રહેવાસી છે.
ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી : આગ લાગવાનું કારણ ગોડાઉનના ગેટનું વેલ્ડીંગનું કામ થતું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વેલ્ડિંગ દરમિયાન નીકળતી સ્પાર્કને કારણે ફટાકડામાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બપોરે 12 વાગ્યે શરૂ થયેલું ઓપરેશન સાંજે 4 વાગ્યા સુધી ચાલ્યું હતું. ફાયર બ્રિગેડના 30થી વધુ વાહનોની કામગીરી છતાં આગ પર કાબૂ મેળવી શકાયો નથી.
આગ પર કાબુ મેળવવામાં આવ્યો : જોકે, કલાકોની ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. ચાર લોકોના મૃતદેહ બળેલી હાલતમાં મળી આવ્યા હતા. ડીસી રઘુનંદમૂર્તિ, એસપી શિવકુમાર ગુનારે અને અન્યોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. પોલીસે ચારેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભુમિકા ફટાકડાની દુકાન અને ગોડાઉનના માલિકે કલેક્ટર પાસેથી લાયસન્સ મેળવ્યું હોવાની માહિતી સામે આવી છે. એસપી શિવકુમાર ગુનારેએ જણાવ્યું કે દુકાનના માલિકોએ ગણેશ ચતુર્થી અને દિવાળીના તહેવાર પર મોટી માત્રામાં ફટાકડા એકઠા કર્યા હતા. પોલીસનું કહેવું છે કે જે લોકો કાયદાની વિરુદ્ધ જઈને ફટાકડા ફોડશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.