ધનબાદ(ઝારખંડ): ઝારખંડના ધનબાદ જિલ્લામાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. જોડા ફાટક વિસ્તારમાં આવેલા આશીર્વાદ ટાવર એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 14 લોકોના મોત થયા છે. જેમાં 10 મહિલા, 3 બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
-
धनबाद के आशीर्वाद टावर अपार्टमेंट में आग लगने से लोगों की मृत्यु अत्यंत मर्माहत करने वाली है। जिला प्रशासन द्वारा युद्ध स्तर पर कार्य किया जा रहा है तथा हादसे में घायल लोगों को उपचार उपलब्ध कराया जा रहा है। मैं खुद पूरे मामले को देख रहा हूँ।
— Hemant Soren (@HemantSorenJMM) January 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">धनबाद के आशीर्वाद टावर अपार्टमेंट में आग लगने से लोगों की मृत्यु अत्यंत मर्माहत करने वाली है। जिला प्रशासन द्वारा युद्ध स्तर पर कार्य किया जा रहा है तथा हादसे में घायल लोगों को उपचार उपलब्ध कराया जा रहा है। मैं खुद पूरे मामले को देख रहा हूँ।
— Hemant Soren (@HemantSorenJMM) January 31, 2023धनबाद के आशीर्वाद टावर अपार्टमेंट में आग लगने से लोगों की मृत्यु अत्यंत मर्माहत करने वाली है। जिला प्रशासन द्वारा युद्ध स्तर पर कार्य किया जा रहा है तथा हादसे में घायल लोगों को उपचार उपलब्ध कराया जा रहा है। मैं खुद पूरे मामले को देख रहा हूँ।
— Hemant Soren (@HemantSorenJMM) January 31, 2023
એપાર્ટમેન્ટમાં ભીષણ આગ: ધનબાદ શહેરમાં મોડી સાંજે એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આગના કારણે વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ આ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગમાં દાઝી ગયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 13 માળના એપાર્ટમેન્ટમાં લગભગ 100 ફ્લેટ છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં બાળકો અને વડીલોથી લઈને 400થી વધુ લોકો રહે છે.
આ પણ વાંચો: Morbi Bridge Collapse: આરોપી જયસુખ પટેલ જેલના હવાલે
-
परमात्मा दिवगंत आत्माओं को शांति प्रदान कर शोकाकुल परिवारों को दुःख की विकट घड़ी सहन करने की शक्ति दे। घायलों को शीघ्र चिकित्सा उपलब्ध कराने के लिए हर संभव कार्य किया जा रहा है।
— Hemant Soren (@HemantSorenJMM) January 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">परमात्मा दिवगंत आत्माओं को शांति प्रदान कर शोकाकुल परिवारों को दुःख की विकट घड़ी सहन करने की शक्ति दे। घायलों को शीघ्र चिकित्सा उपलब्ध कराने के लिए हर संभव कार्य किया जा रहा है।
— Hemant Soren (@HemantSorenJMM) January 31, 2023परमात्मा दिवगंत आत्माओं को शांति प्रदान कर शोकाकुल परिवारों को दुःख की विकट घड़ी सहन करने की शक्ति दे। घायलों को शीघ्र चिकित्सा उपलब्ध कराने के लिए हर संभव कार्य किया जा रहा है।
— Hemant Soren (@HemantSorenJMM) January 31, 2023
ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબૂ: આગ પછી એપાર્ટમેન્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે દસથી વધુ એમ્બ્યુલન્સ રોકાયેલા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ પહેલા બીજા માળે લાગી હતી. આ પછી આગ ત્રીજા માળે પહોંચી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે એપાર્ટમેન્ટની અંદર કોઈ ફાયર પ્રોટેક્શન મિકેનિઝમ કામ કરી રહ્યું ન હતું. માત્ર બે ફાયર એન્જિન એપાર્ટમેન્ટમાં પ્રવેશી શક્યા હતા. અન્ય ફાયર એન્જિન એપાર્ટમેન્ટની બહાર રાખવામાં આવ્યા હતા. બે વાહનોમાં પાણી ઓસરી ગયા બાદ ફાયર એન્જિનને ફરીથી એપાર્ટમેન્ટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. બીસીસીએલની રેસ્ક્યુ ટીમની પણ મદદ લેવામાં આવી હતી. આગમાં દાઝી ગયેલા લોકોને BCCLની રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યા હતા. હાલ આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે.
આ પણ વાંચો: Ashish Bhatia Retirement: પૂર્વ DGP જતા જતા આપતા ગયા મહત્વની માહિતી, કહ્યું રાજ્યમાં ગુનાખોરી અટકાવવા...
મુખ્યપ્રધાન હેમંત સોરેને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું છે કે તે પોતે આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભગવાન મૃતકના પરિવારને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જો કે આમાં કેટલી જાનહાનિ થઈ છે તે અંગે તેમણે સ્પષ્ટ માહિતી મળેલ નથી. છેલ્લા ઘણા દિવસોમાં ઝારખંડના અલગ-અલગ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ સતત બની રહી છે. બે દિવસ પહેલા ધનબાદની હઝરા હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા હતા. આ સાથે જ હજારીબાગ અને ચાઈબાસામાં પણ આગની ઘટનાઓ બની છે. જેમાં ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.