પટના, બિહાર: મધુબની રેલ્વે સ્ટેશન (FIRE BREAKS OUT IN TRAIN) પર પાર્ક કરેલી ફ્રીડમ ફાઈટર એક્સપ્રેસ ટ્રેનના (Freedom Fighter Express train) ત્રણ ખાલી કોચમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
આ પણ વાંચો: બિહાર સંપર્ક ક્રાંતિ સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, આગ પર કાબૂ મેળવાયો
બિહારના મધુબની રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં લાગી આગ
બિહારના મધુબની રેલવે સ્ટેશન (FIRE BREAKS OUT IN TRAIN) પર પાર્ક કરેલી ફ્રીડમ ફાઈટર એક્સપ્રેસના (Freedom Fighter Express train) ત્રણ ખાલી કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં કોચમાંથી આગની જ્વાળાઓ બહાર આવવા લાગી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા સમગ્ર સ્ટેશન પરિસરમાં ભરાઈ ગયા હતા. આગ સ્લીપર કોચમાં લાગી હતી. વિડિયોમાં સ્ટેશન પર હાજર મુસાફરો જ આગને કાબૂમાં લેતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: દિલ્હીથી દહેરાદૂન જતી શતાબ્દિ એક્સપ્રેસમાં લાગી આગ
આગ લાગતાં સ્ટેશન પર અફરાતફરી મચી
આ ઘટના દરમિયાન આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેણે આખા ડબ્બાને લપેટમાં લઈ લીધો. યોગાનુયોગ એ હતો કે જ્યારે આ અકસ્માત થયો ત્યારે ટ્રેનનો ડબ્બો ખાલી હતો, પરંતુ આગ લાગતાં સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. જો કે હજુ સુધી આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. નોંધનીય છે કે ફ્રીડમ ફાઈટર એક્સપ્રેસ ટ્રેન બિહારના જયનગરથી નીકળીને નવી દિલ્હી જાય છે.