- આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડના લગભગ 30થી 40 વાહનો ઘટનાસ્થળ પર હાજર
- આશરે 4 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી પરંતુ સંપૂર્ણ કાબુમાં નથી આવી રહી
- ડામર ફેક્ટરીમાં લાગી આગ, લગભગ 80 દુકાનો બળીને રાખ
મહારાષ્ટ્ર: મુંબઇ મલાડ ઇસ્ટ ડિંડોસી પોલીસ સ્ટેશનની હદમાં પેરેડાઇઝ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રાંગણમાં ડામર ફેક્ટરીમાં અચાનક આગ લાગવાના કારણે આસપાસની લગભગ 80થી વધુ દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: કલકત્તામાં ઈસ્ટર્ન રેલવેના કાર્યાલયમાં આગ, 9ના મોત, ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા સ્થગિત
ડામર ફેક્ટરીમાં લાગી આગ, લગભગ 80 દુકાનો બળીને રાખ
આ દરમિયાન ફાયર ઓફિસર ચૌધરીએ જણાવ્યું હતું કે, આગ સવારે 6:30 વાગ્યે લાગી હતી. જેમાં અનેક દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી પરંતુ કોઈ જાનહાની થવાની માહિતી મળી નથી. અમે આગ પર સંપૂર્ણ નિયંત્રણ કરી લીધું છે, પરંતુ આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હજુ ચાલુ છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં પુણેના શિવાજી બજારમાં લાગી આગ, 25 દુકાનો બળીને રાખ