ETV Bharat / bharat

RIAD 2 On Kanpur Raid: કાનપુર-કનૌજમાં ITના દરોડા પર બનશે ફિલ્મ 'RAID-2' - કાશી ફિલ્મ ફેસ્ટિવલ

કાનપુર અને કનૌજમાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા (IT raids in Kanpur and Kannauj) હતા. તેને ધ્યાનમાં રાખી ફિલ્મ નિર્માતા કુમાર મંગત પાઠકે હવે 'રેડ 2' બનાવવાની જાહેરાત કરી (Filmmaker's Announcement for RIAD 2) છે. આ પહેલા નિર્માતાએ વર્ષ 2018માં 'રેડ' ફિલ્મ બનાવી હતી, જેમાં ફિલ્મમાં અજય દેવગને ઈન્કમટેક્સ અધિકારીનો રોલ કર્યો હતો અને તે એક રાજનેતાના ઘરે દરોડા પાડે છે.

Filmmaker's Announcement for RIAD 2: કાનપુર-કનૌજમાં ITના દરોડા પર બનશે ફિલ્મ 'RAID-2'

author img

By

Published : Dec 29, 2021, 1:41 PM IST

લખનઉઃ ફિલ્મ નિર્માતા કુમાર મંગત પાઠક ઉત્તર પ્રદેશના કાનપુર અને કન્નૌજમાં આવકવેરા વિભાગના દરોડા પર 'રેડ-2' નામથી ફિલ્મ (Filmmaker's Announcement for RIAD 2) બનાવશે. ઉત્તર પ્રદેશમાં પહેલીવાર યોજાયેલા 'કાશી ફિલ્મ ફેસ્ટિવલ'માં (Kashi Film Festival) ચર્ચા દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી.

આ પણ વાંચો- Bollywood Year Ender 2021: રણવીર-દીપિકા માલદીવ જવા થયા રવાના, આ વર્ષે આ 8 કપલે પણ અહીં રજાઓ માણી હતી

રેડ 2માં દિવાલોમાંથી પૈસા નીકળતા હોય તેવો સીન બતાવાશે

એક નિવેદનમાં કહ્યું હતું કે, તેમણે બનાવેલી 'રેડ' ફિલ્મમાં માત્ર એ બતાવવામાં આવ્યું હતું કે, દિવાલોમાંથી પણ પૈસા નીકળી શકે છે. જ્યારે હાલમાં કાનપુર અને કનૌજમાં ઈન્કમટેક્સ વિભાગના દરોડામાં (IT raids in Kanpur and Kannauj) ખરેખર દિવાલોમાંથી રૂપિયા નીકળવાની ઘટના સામે આવી હતી. તેને જોતા તેમણે 'રેડ-2' ફિલ્મ બનાવવાનો નિર્ણય (Filmmaker's Announcement for RIAD 2) કર્યો હતો. પાઠકે વધુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં દિવાલોમાંથી પૈસા નીકાળવાનો સીન (Film raid 2 will be made on Kanpur and Kannauj IT raid) બતાવવામાં આવશે.

આ પણ વાંચો- RRR TEAM IN THE KAPIL SHARMA SHOW : આલિયા ભટ્ટે આ રીતે આપી કપિલ શર્માને 'KISS', જૂઓ વીડિયો...

વર્ષ 2018માં રેડનો પહેલો ભાગ આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, કુમાર મંગતની વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ 'રેડ'માં અભિનેતા અજય દેવગણ એક ઈન્કમટેક્સ અધિકારીના રોલમાં દેખાયા હતા અને તે એક નેતાના ઘરે દરોડા પાડે છે. આ ફિલ્મમાં અભિનેત્રી ઈલિયાના ડીક્રુઝ અને અભિનેતા સૌરભ શુક્લા પણ હતા.

ITએ હાલમાં જ વેપારી પીયૂષ જૈનના ઘરેથી 257 કરોડ કબજે કર્યા હતા

ઈન્કમટેક્સ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાઈરેક્ટ ટેક્સીસ અને કસ્ટમ્સ (Central Board of Indirect Taxes and Customs- CBIC) દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કરવામાં આવેલા દરોડામાં કાનપુરના પરફ્યૂમ વેપારી પીયૂષ જૈનના ઘરે લગભગ 257 કરોડ રૂપિયા રોકડ, 25 કિલો સોનું અને 250 કિલો ચાંદી કબજે કરવામાં આવી હતી.

અનુપમ ખેરે ઉત્તરપ્રદેશ સરકારના કર્યા વખાણ

પેનલ ચર્ચા દરમિયાન અભિનેતા અનુપમ ખેરે ઉત્તરપ્રદેશમાં ફિલ્મ સિટીના વિકાસ માટે રાજ્ય સરકારના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ સરકારની પહેલથી રાજ્યના વિવિધ શહેરોમાં રહેતા કલાકારોને એક પ્લેટફોર્મ મળશે. ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકોને રોજગારીની તક મળશે. પેનલ ચર્ચા દરમિયાન તેમણે લખનઉ સાથે જોડાયેલા અને કારકિર્દીની શરૂઆતના દિવસોની યાદ તેમ જ સંઘર્ષને યાદ કર્યો હતો. આ સાથે જ પેનલ ચર્ચામાં અભિનેતા અશોક પંડિત, ભોજપુરી સિનેમાના અભિનેતા રવિ કિશન, સ્ક્રિપ્ટ રાઈટર મધુર ભંડારકર, ફિલ્મ નિર્માતા વિનોદ બચ્ચન તેમ જ અન્ય ફિલ્મકારો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.