ETV Bharat / bharat

Fighter Plane: રશિયાએ ભારતને પાંચમી પેઢીના 'ચેકમેટ' લડાકૂ વિમાનથી લલચાવ્યું

author img

By

Published : Jul 22, 2021, 9:11 AM IST

રશિયાએ અમેરિકાના F-35 લડાકૂ વિમાન (Fighter Plane)ને ટક્કર આપવા માટે પોતાની પાંચમી પેઢીનું અત્યાધુનિક ફાઈટર જેટ સુખોઈ ચેકમેટ (Checkmate) રજૂ કર્યું છે. આ લડાકૂ વિમાનની કિંમત ભારતમાં બનેલા તેજસથી ઘણી ઓછી છે. તો જોઈએ આ વિમાનની વિશેષતા.

Fighter Plane: રશિયાએ ભારતને પાંચમી પેઢીના 'ચેકમેટ' લડાકૂ વિમાનથી લલચાવ્યું
Fighter Plane: રશિયાએ ભારતને પાંચમી પેઢીના 'ચેકમેટ' લડાકૂ વિમાનથી લલચાવ્યું
  • રશિયાએ મંગળવારે નવા લડાકૂ વિમાનના શરૂઆતી મોડલને રજૂ કર્યું
  • આ વિમાન સ્ટિલ્થ (દુશ્મનની રડારની નજરમાં ન આવે)ની ક્ષમતા અને અન્ય અત્યાધુનિક વિશેષતાઓથી યુક્ત છે
  • પાંચમી પેઢીનું સુખોઈ ચેકમેટ (Checkmate) અમેરિકાના અત્યાધુનિક એફ 35 લડાકૂ વિમાનને (Fighter Plane) ટક્કર આપશે

નવી દિલ્હીઃ રશિયન વિમાન નિર્માતાએ મંગળવારે પોતાના નવા લડાકૂ વિમાન (Fighter Plane)ના શરૂઆતી મોડલને રજૂ કર્યું હતું, જે સ્ટિલ્થ (દુશ્મનની રડારની નજરમાં ન આવે)ની ક્ષમતા અને અન્ય અત્યાધુનિક વિશેષતાઓથી યુક્ત છે. માસ્કોની બહાર ઝૂકોવ્સ્કીમાં એમએકેએસ (MAKS) 2021 ઈન્ટરનેશનલ એવિએશન એન્ડ સ્પેસ સલૂનમાં પ્રદર્શિત સંભવિત લડાકૂ વિમાનનું નિરીક્ષણ કર્યું હતું. પાંચમી પેઢીનું સુખોઈ ચેકમેટ અમેરિકાના અત્યાધુનિક એફ 35 લડાકૂ વિમાનને ટક્કર આપશે. એવી સંભાવના દર્શાવાઈ રહી છે કે, ભારતે આ લડાકૂ વિમાનમાં રૂચિ બતાડી છે અને આનો ટૂંક જ સમયમાં ઓર્ડર આપી શકે છે.

આ પણ વાંચો- ભારતીય નૌસેનાએ બે MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટરની પ્રથમ બેચ સ્વીકારી

ભારત, કેટલાક આફ્રિકી દેશો અને વિયેતનામની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યું વિમાન

રશિયાના નાયબ વડાપ્રધાન યુરી બોરિસોવે (Russian Deputy Prime Minister Yuri Borisov) પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે, આ લડાકૂ વિમાન (Fighter Plane) ભારત, કેટલાક આફ્રિકી દેશો અને વિયેતનામની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યું છે. આ વિમાનની માગ ઘણી વધારે છે. ટૂંક જ સમયમાં ઓછામાં ઓછા 300 લડાકૂ વિમાનની માગ થઈ શકે છે. આ આયોજનમાં ભારતના લોકો પણ સામેલ હતા, જે વિમાન પ્રતિ પોતાની રૂચિ બતાવી રહ્યા હતા. સુખોઈએ 6 વર્ષની અંદર વિમાન આપવાની જોગવાઈ રાખી છે.

આ પણ વાંચો-Agni Prime Missile - અબ્દુલ કલામ ટાપુ પરથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરિક્ષણ

ચેકમેટની (Checkmate) કિંમત ભારતના તેજસ કરતા ઘણી ઓછી

ચેકમેટ (Checkmate) વિમાનની કિંમત 186-224 કરોડ રૂપિયા વચ્ચે છે, જે સ્વદેશી એલસીએ તેજસ એમ કે-I (LCA Tejas MK-I)થી પણ ઘણી ઓછી છે, જેની કિંમત 309 કરોડ રૂપિયા છે. આના ટ્રેનર આવૃત્તિની કિંમત 280 કરોડ રૂપિયા છે. કિંમત હાઈ-ટેક, પરંતુ સાડા ચાર પેઢીની ફ્રેન્ચ રાફેલ એર ફાઈટર (French Raphael Air Fighter)ની તુલનામાં અનુકૂળ રીતે કામ કરે છે, જેને ભારતે 1,638 કરોડ રૂપિયા પ્રતિ પીસ ખરીદ્યું છે. ભારત આધુનિક લડાકુ વિમાન (Fighter Plane)ની અછતનો સામનો કરી રહ્યું છે. સત્તાવાર મૂલ્યાંકન અનુસાર, ભારતને 2 મોરચે યુદ્ધની સ્થિતિનો સામનો કરવા માટે ઓછામાં ઓછા 43 લડાકૂ સ્ક્વાડ્રન (Combat Squadron)ની જરૂર છે, પરંતુ અત્યાર સુધી ભારત પાસે 33 સ્ક્વાડ્રન જ છે. દરેક લડાકૂ સ્ક્વાડ્રન (Combat Squadron) 16-18 વિમાન સંચાલિત કરે છે. વર્તમાનમાં વાયુ સેનાના ફ્રન્ટલાઈન લડાકૂ વિમાનોમાં રાફેલ, Su-30s, મિગ -29 અને મિરાજ- 2,000 સામેલ છે.

CAATSA પ્રતિબંધ

કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવાઈઝરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ (CAATSA) અંતર્ગત અમેરિકા રશિયાથી હથિયારોની ખરીદી પર બીજા દેશ પર પ્રતિબંધ લગાવી શકે છે. ચેકમેટની ખરીદીમાં ભારતની સંભવિત આ ઈચ્છામાં આ કાયદો આડો આવી શકે છે.

નવા લડાકૂ વિમાનમાં એક જ એન્જિન હશે

રશિયાએ બનાવેલા નવું લડાકૂ વિમાન એસયુ-57ના વિપરીત નવા લડાકુ વિમાનમાં માત્ર એક જ એન્જિન હશે અને તે અપેક્ષાથી નાનું હશે. નવા લડાકુ વિમાનનું નામ, તેની ક્ષમતા અને તેને સંબંધિત અન્ય જાણકારી ઉપલબ્ધ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.