ETV Bharat / bharat

India-Lanka Ferry Service : ભારત અને શ્રીલંકાના નાગરિકો વચ્ચેના સંપર્ક વધારવા તરફ આ એક મોટું પગલું - એસ. જયશંકર

તમિલનાડુના નાગાપટ્ટિનમથી શ્રીલંકાને ભારત સાથે જોડતી ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ફેરી સર્વિસને લીલી ઝંડી બતાવી હતી. વિદેશપ્રધાન એસ. જયશંકરે ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસ અંગે કહ્યું હતું કે, આ એક મોટું પગલું છે, જે બંને દેશોના લોકો વચ્ચે કનેક્ટિવિટી વધારશે.

India-Lanka Ferry Service
India-Lanka Ferry Service
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 3:23 PM IST

નવી દિલ્હી : તમિલનાડુના નાગાપટ્ટિનમથી શ્રીલંકા અને ભારત વચ્ચે એક ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ તકે વિદેશપ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે, તમિલનાડુના નાગાપટ્ટિનમથી શ્રીલંકાના જાફના નજીક કાંકેસંતુરાઈ સુધીની ફેરી સેવા લોકો વચ્ચે કનેક્ટિવિટી વધારવાને પ્રોત્સાહન આપવા તરફનું એક મોટું પગલું છે. ફેરી સર્વિસના ઉદ્ઘાટન માટે આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિદેશપ્રધાને કહ્યું કે, ભારત તેના પડોશી દેશો પ્રત્યે નમ્ર અને દૂરંદેશીનું વલણ ધરાવે છે અને તેનું ધ્યાન કનેક્ટિવિટી, સહયોગ અને સંપર્ક પર છે. અમે ભવિષ્યમાં ગ્રીડ કનેકશન, પાઇપલાઇન અને આર્થિક કોરિડોરની શક્યતાઓ શોધી રહ્યા છીએ. સાથે જ અમે શ્રીલંકાના નાગરિકોના ગૌરવ અને સમાન અધિકારોનું સમર્થન કરીએ છીએ.

  • #WATCH | External Affairs Minister Dr S Jaishankar virtually attends Flag off ceremony of ferry service between Nagapattinam and Kankesanturai

    He says, " This is truly a big step for people to people contacts between India and Sri Lanka...this is an affirmation of the people… pic.twitter.com/c4SDr8U21F

    — ANI (@ANI) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારત-શ્રીલંકા ફેરી સર્વિસ : ભારતના દ્વીપ રાષ્ટ્રમાં તમિલ સમુદાયની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને તેમના માટે સન્માન અને ગૌરવમય જીવન સુનિશ્ચિત કરવા માંગ કોલંબો પાસે કરી રહ્યું છે. જુલાઈમાં બંને દેશોના નેતાઓએ કરેલી જાહેરાતને અનુરૂપ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને શ્રીલંકાના નાગરિકો વચ્ચેના સંપર્કને વધારવા તરફ આ ખરેખર એક મોટું પગલું છે. આનો વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ પણ સ્વીકાર કર્યો છે. આ હાઈ-સ્પીડ ફેરીનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે અને તેની ક્ષમતા 150 મુસાફરોની છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર નાગાપટ્ટિનમ અને કાંકેસંથુરાઈ વચ્ચેનું લગભગ 60 નોટિકલ માઈલ એટલે કે 110 કિમીનું અંતર દરિયાની સ્થિતિના આધારે લગભગ સાડા ત્રણ કલાકમાં કાપવામાં આવશે.

150 મુસાફરોની ક્ષમતા : વિદેશપ્રધાન જયશંકરે તેમના સંબોધનમાં ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ તેમજ પાડોશી દેશો સાથે જોડાણ અને સહયોગ વધારવાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે આ ફેરી દ્વારા પાડોશી દેશો સાથે જોડાણ અને સહયોગ વધારવા માંગીએ છીએ. આ ચેન્નાઈ-જાફના વચ્ચે સંચાલિત ફ્લાઈટ્સમાં દેખાય છે જેને વડાપ્રધાન મોદી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આવા પગલા એવા વડાપ્રધાનનો સ્વાભાવિક નિર્ણય છે કે જેમના માટે તમિલનાડુ તેમના હૃદયની ખૂબ નજીક છે અને જેમણે શ્રીલંકામાં દરેકના કલ્યાણમાં રસ લીધો છે. તેમણે SAGAR (પ્રદેશમાં બધા માટે સુરક્ષા અને વૃદ્ધિ) અંગેની ભારતની નીતિનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, દેશ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે આપત્તિ પ્રતિભાવ અને પર્યાવરણીય સંરક્ષણના ક્ષેત્રમાં સક્રિય બન્યો છે. વિદેશપ્રધાને સામાન્ય નાગરિકનું જીવન કેવી રીતે સરળ બનાવી શકાય તેના પર ભારતની પહેલનો પણ ઉલ્લેખ કર્યો હતો.

  1. Cauvery Water Dispute: વિવાદ વચ્ચે CWMAએ તામિલનાડુને 3,000 ક્યુસેક પાણી આપવાનો આદેશ આપ્યો
  2. India Sri lanka Ferry Service: ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થઈ 'નૌકા સેવા'ની શરૂઆત, પીએમ મોદીએ કહ્યું બંને દેશોના સંબંધો માટે સીમાચિહ્ન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.