ઉન્નાવ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતાએ પોતાના પુત્રને સારવારને બદલે ખોટી માન્યતાઓને અનુસરવાનું (Unnav Superstition) ચાલું કર્યું હતું. બધીર પુત્રના ઈલાજ માટે પિતા ટ્રેનની (Unnav Train video) સામે ઉભા હતા. લાખ પ્રયત્નો છતાં પિતા ટ્રેન સામેથી ખસ્યા નહીં. બાદમાં ટ્રેનનું હોર્ન (Uttar Pradesh Railway) પુત્રને સંભળાવ્યા બાદ જ તે માન્યો હતો. જેનો એક વીડિયો સામે આવ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બાંગરમાઉ તાલુકા વિસ્તાર હેઠળ સ્થિત ગંજ મુરાદાબાદ હોલ્ટ પાસે એક પિતા તેના 6 મહિનાના બાળક સાથે ટ્રેનની સામે ઉભો હતો.
આ પણ વાંચો રાધા કૃષ્ણ પહેરશે 100 કરોડના વાઘા, જાણો કયાં થશે ભવ્ય ઉજવણી
ખોટી માન્યતા દેશના ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ એવી માન્યતાઓ પ્રવર્તે છે જેના કારણે લોકો કોઈ વૈજ્ઞાનિક અભિગમ સ્વીકારતા નથી. અહીં એક પિતા તેના પુત્રની સારવાર માટે કોઈ હોસ્પિટલમાં જવાના બદલે ચાલતી ટ્રેનની સામે ઉભો હતો. જે દીકરો સાંભળવાની ખોટથી પીડાતો હતો. થોડી જ વારમાં ત્યાં ભીડ જામી ગઈ હતી. ટ્રેનના ડ્રાઈવરે ટ્રેન રોકીને વ્યક્તિને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પોતાના પુત્રને હોર્નનો અવાજ સંભળાવ્યા વગર તે ખસવા માંગતો ન હતો.
આ પણ વાંચો મોદી સરકારે નાના ખેડૂતોને આપી રાહત, કૃષિ લોનમાં થશે ફાયદો
ડ્રાઈવરે ઈચ્છાપૂર્તિ કરી પિતા ટ્રેક પરથી ન હટતાં ડ્રાઇવરે હોર્ન વગાડીને પિતાની ઇચ્છા પૂરી કરી દીધી હતી. આ પછી ટ્રેન ટ્રેક પરથી પસાર થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા પછી, જ્યાં લોકો એક લાચાર પિતાની ચર્ચા કરી રહ્યા છે. તો સાથે સાથે તેઓ અંધશ્રદ્ધા અંગે પણ મેણાટોણા મારી રહ્યા છે. પિતાને કોઈએ કહ્યું હતું કે ટ્રેનનો અવાજ સાંભળવાથી તેના બાળકની બહેરાશ દૂર થઈ જશે. જોકે, ટ્રેનની સામે ઉભેલા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.