ETV Bharat / bharat

E Scooter Fire Accident : નવા ઈ-સ્કૂટરમાં ચાર્જિંગ વખતે થયો વિસ્ફોટ, પિતા-પુત્રીનું કરૂણ મોત - શ્વાસ રૂંધાવાથી પિતા-પુત્રીના મોત

તમિલનાડુમાં એક કરુણ ઘટના સામે આવી છે. નવા ઈ-સ્કૂટરમાં અચાનકથી વિસ્ફોટ (E Scooter Explodes ) થતા પિતા અને પુત્રીનું મોત થયું છે. આ બન્ને પિતા-પુત્રી ઈ-સ્કૂટરને ચાર્જિંગ રૂમમાં મૂકીને સૂતા (Scooter Explodes While Charging) હતા.

E Scooter Fire Accident
E Scooter Fire Accident
author img

By

Published : Mar 26, 2022, 4:26 PM IST

ચેન્નાઈઃ વેલ્લોરના ચિન્ના અલ્લાપુરમ વિસ્તારમાં ખૂબ જ દર્દનાક અકસ્માત થયો છે. આ ઘટના ઈ-સ્કૂટરો માટે પણ એક બોધપાઠ છે. શુક્રવારના રોજ રાત્રે દુરૈવર્મા (પિતા) ઈ-સ્કૂટરને ચાર્જ કરવા માટે તેના રૂમમાં મૂક્યું હતું. ઈ-સ્કૂટરને ચાર્જિંગમાં (Scooter Explodes While Charging) મૂક્યા પછી તે શાંતિથી સૂઈ ગયા હતા. આ સાથે તેની પુત્રી મોહના પ્રીતિ (13) પણ તે રૂમમાં સૂતી હતી.

E Scooter Fire Accident
E Scooter Fire Accident

આ પણ વાંચો : Blast in Bharuch: દહેજ GIDCમાં કેમિકલ કંપનીમાં ગેસ લીક થતા બ્લાસ્ટ, કોઈ જાનહાનિ નહીં

શ્વાસ રૂંધાવાથી પિતા-પુત્રીના મોત : મોડી રાત્રે અચાનક ઈ-સ્કૂટરમાં વિસ્ફોટ સાથે આગ (E Scooter Explodes ) લાગી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, તે પોતાના રૂમની બહાર પણ નીકળી શક્યા નહીં. તે જ સમયે તેના ઘરમાં ઝેરી ધુમાડો ફેલાઈ જતા શ્વાસ રૂંધાવાથી પિતા-પુત્રી બન્નેના મોત નિપજ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. હાલ, આ બનાવ અંગે ગુનો નોંધી તપાસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દુરૈવર્માએ તાજેતરમાં એક ઈ-સ્કૂટર ખરીદ્યું છે.

આ પણ વાંચો : બિહારના ભાગલપુરમાં ભયાનક બ્લાસ્ટને કારણે 8ના મોત, એક ડઝન લોકો ઘાયલ, મૃત્યુઆંક વધી શકે

પોલીસ તપાસ શરૂ કરાઈ : આ ઘટનાથી આસપાસના લોકો ગભરાઈ ગયા છે, કારણ કે ઘણા લોકો પાસે ઈ-સ્કૂટર છે. ઈ-સ્કૂટરમાં વિસ્ફોટ કયા કારણે થયું તે અંગે લોકોમાં ચર્ચા છે. હાલ ઈ-સ્કૂટરમાં વિસ્ફોટ અને આગનું કારણ પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.