- કૃષિ બીલને લઈને ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
- ગુરૂવારે ખેડૂતોને દિલ્હી પ્રવેશની પરવાનગી અપાઈ
- 200 ખેડૂતોને દિલ્હીમાં શાંતિપૂર્ણ રીતે વિરોધની છૂટ
નવી દિલ્હી : સંસદ ભવનનો ઘેરાવ કરવા માટે ખેડૂતો આવતીકાલે ગુરૂવારે દિલ્હીમાં પ્રવેશ કરશે. જો કે, તેઓને સંસદ સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલ 200 ખેડૂતોને દિલ્હીમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની છૂટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: Save Agriculture Save Democracy: ખેડૂતો આજે દેશભરમાં 'કૃષિ બચાવો, લોકતંત્ર બચાવો' દિવસની ઉજવણી કરશે
આધારકાર્ડ અને કિસાન મોરચા કાર્ડ ફરજિયાત
ખેડુતો 5-5 ના જૂથોમાં હશે અને દરેક ખેડૂતોએ આધારકાર્ડ અને કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલા અને કાર્ડ પાસે રાખવામાં આવશે. મળતી માહિતી મુજબ, કુલ 5 બસોમાં 200 ખેડૂતોને દિલ્હી લાવવાની તૈયારી ચાલી રહી છે. ખેડૂતો ગુરૂવારે સવારે 11:30 વાગ્યે દિલ્હીના જંતર-મંતર પહોંચશે. આ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: કૃષિ કાયદાને લઇ રાકેશ ટિકૈતે ટ્વીટ કરી સરકારને આપી ચેતવણી