ETV Bharat / bharat

Tractor rally: ખેડૂતોની બેઠકમાં લેવાયો નિર્ણય, નહીં કરે સંસદની બહાર ટ્રેક્ટર રેલી

દિલ્હીમાં ખેડૂતોની બેઠક (farmers meeting at delhi)માં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સંયુક્ત કિસાન મોરચાએ 29 નવેમ્બરના સંસદ સત્ર દરમિયાન કરવામાં આવનારી ટ્રેક્ટર રેલી (farmers tractor rally at parliament)ને સ્થગિત કરવાની જાહેરાત કરી છે.

Tractor rally: ખેડૂતોની બેઠકમાં લેવાયો નિર્ણય, નહીં કરે સંસદની બહાર ટ્રેક્ટર રેલી
Tractor rally: ખેડૂતોની બેઠકમાં લેવાયો નિર્ણય, નહીં કરે સંસદની બહાર ટ્રેક્ટર રેલી
author img

By

Published : Nov 27, 2021, 5:07 PM IST

  • આંદોલનના ભવિષ્યને લઇને ખેડૂતોની બેઠક પૂર્ણ
  • ખેડૂત નેતા દર્શનપાલ સિંહે ટ્રેક્ટર રેલી ન યોજવાનો નિર્ણય જાહેર કર્યો
  • ખેડૂતોના કેસો પાછા લેવા અને MSP ગેરંટીની કરી માંગ

નવી દિલ્હી: હરિયાણા-દિલ્હી બોર્ડર પર આવેલી સિંઘુ બૉર્ડર (delhi haryana singhu border) પર સંયુક્ત કિસાન મોરચાએ આંદોલનના (sanyukt kisan morcha protest) ભવિષ્યની રણનીતિને લઇને બેઠક કરી. ખેડૂતોની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં 29 નવેમ્બરના થનારા સંસદ સત્ર દરમિયાન યોજવામાં આવનારી ખેડૂતોની ટ્રેક્ટર રેલી (farmers tractor rally)ને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ખેડૂત નેતા દર્શન પાલ સિંહે (darshan pal singh farmer leader in delhi) કહ્યું કે, સંયુક્ત કિસાન મોરચાએ 29 નવેમ્બરના સંસદ સુધી કરવામાં આવનારી ટ્રેક્ટર રેલી (farmers tractor rally at parliament)ને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

ખેડૂતો વિરુદ્ધ થયેલા કેસો પાછા ખેંચવાની માંગ

સંયુક્ત કિસાન મોરચાના એક નેતાનું કહેવું છે કે, "PM નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકાર અને રેલવેને વિરોધ દરમિયાન ખેડૂતોની વિરુદ્ધ કરવામાં આવેલા કેસ (cases against farmers during farmers protest) પાછા લેવાનો નિર્દેશ આપવો જોઇએ." સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે, સરકારની જાહેરાતથી અમે હજુ સુધી સંમત નથી. અમને MSP પર ગેરંટી મળવી જોઇએ. તેમણે કહ્યું કે, અમે PM મોદીને પત્ર લખ્યો હતો, જેનો જવાબ હજુ સુધી અમને નથી મળ્યો.

માંગો પુરી ના થાય ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે

સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે, આ મુદ્દાને લઇને 4 ડિસેમ્બરના ફરી બેઠક થશે. જ્યાં સુધી અમારી માંગો પુરી નથી થતી, ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે. સરકારે ખેડૂતો પર કરવામાં આવેલા કેસ પાછા લેવા પડશે. BKUના નેતા રાજવીર સિંહ જાદૌનએ કહ્યું કે, SKMની આજની બેઠકમાં અમે ત્યાં સુધી વિરોધ ચાલું રાખવાનો નિર્ણય કર્યો છે, જ્યાં સુધી સરકાર MSP, વિરોધ દરમિયાન ખેડૂતોના મોત અને લખીમપુર હિંસા મામલે અમારી સાથે વાતચીત નથી કરતી. અમે સરકારની જાહેરાતથી સંમત નથી. ખેડૂતોની બેઠકમાં મોટો નિર્ણય થયા બાદ સરકારે અત્યારે રાહતનો શ્વાસ લીધો છે.

19 નવેમ્બરના PM મોદીએ ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચ્યા

ઉલ્લેખનીય છે કે, 19 નવેમ્બરના રોજ PM મોદીએ 3 કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત (farm laws repeal) કરી હતી. 2 દિવસ બાદ ખેડૂતોના સંગઠનોએ આંદોલનની ભાવિ રણનીતિને લઈને સિંઘુ બોર્ડર પર બેઠકનું આયોજન કર્યું હતું. જો કે, કોઈ કારણોસર તે દિવસે નિર્ણય લઈ શકાયો નહોતો. તો આજે એટલે કે 27 નવેમ્બરે ફરીથી કિસાન મોરચાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંયુક્ત કિસાન મોરચાના તમામ મોટા નેતાઓ સહિત અનેક ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો: Gurugram Namaz Dispute: હિન્દુ સંગઠને ફરી હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ કર્યો

આ પણ વાંચો: Corona Situation In India : વડાપ્રધાન મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, કોરોના અને રસીકરણ પર ચર્ચા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.