અલમોડાઃ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ખેડૂતો હવે હાઈડ્રોપોનિક ટેક્નોલોજીથી ખેતી(Farming with hydroponic technology) કરવાનો આનંદ મેળવી રહ્યા છે. તેઓ માટી વગર ખેતી કરીને મોટા પ્રમાણમાં ફળો અને લીલા શાકભાજી ઉગાડી રહ્યા છે. આ ટેક્નિકનો સૌથી મોટો ફાયદો(Advantages of hydroponic technology) એ છે કે તમે કોઈપણ સિઝનમાં ફળો અને શાકભાજીની ખેતી કરી શકો છો. હવે પર્વતના ખેડૂતોએ પણ આ ટેકનિકની મદદ લેવાનું શરૂ કર્યું છે. અલ્મોડાના પ્રગતિશીલ ખેડૂત દિગ્વિજય સિંહ બોરા છેલ્લા એક વર્ષથી હાઇડ્રોપોનિક ટેક્નોલોજીની(hydroponic technology) ખેતીમાં રોકાયેલા છે. આ ટેકનિકની મદદ લેનાર તે અલમોડાના પ્રથમ ખેડૂત છે. દિગ્વિજય સિંહ હાઇડ્રોપોનિક ટેક્નોલોજી સાથે લેટીસ અને અન્ય મોસમી શાકભાજીની ખેતી કરી રહ્યા છે, જેની દિલ્હી સહિત અન્ય મહાનગરોમાં ખૂબ માંગ છે.
જિલ્લાના પ્રથમ ખેડૂતો - દિગ્વિજય સિંહ બોરા અલ્મોડાના સ્યાહી દેવી વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. તેઓ લાંબા સમયથી નવા નવા પ્રયોગો સાથે મોસમી શાકભાજી અને ફળોની ખેતી કરે છે. પરંતુ હવે એક વર્ષથી તે હાઇડ્રોપોનિક ટેક્નોલોજીથી ખેતી કરી રહ્યા છે. તેઓ પર્વતીય વિસ્તારોમાં હાઇડ્રોપોનિક ટેક્નોલોજીથી ખેતી કરવા માટેનું પ્રથમ ઉદાહરણ બની ગયા છે. તેમને જણાવ્યું કે, એક વર્ષ પહેલા તેણે બહારની કંપનીની મદદથી 500 ચોરસ મીટર વિસ્તારમાં પોલીહાઉસ બનાવ્યું હતું. હાઇડ્રોપોનિક ટેક્નોલોજીથી યુનિટને તૈયાર કરવામાં આવ્યું હતું. આમાં તે લેટીસ અને મોસમી શાકભાજીની અડધો ડઝનથી વધુ જાતોની ખેતી કરી રહ્યા છે.
આ પણ વાંચો - HORSES FOR FARM WORKS: ખેડૂતને બળદ ન મળ્યો તો કર્યો આવો વિચિત્ર જુગાડ
અન્ય શહેરોમાંથી માંગમાં વધારો - તે દર અઠવાડિયે વાતાનુકૂલિત વાન દ્વારા દિલ્હી, લખનૌ સહિત અનેક મહાનગરોમાં લેટીસ અને શાકભાજી મોકલે છે. તે કહે છે કે તેની માંગ ફાઈવ સ્ટાર હોટલથી લઈને સેવન સ્ટાર હોટલ સુધી વધારે છે. તેમણે અત્યાર સુધીમાં લાખો રૂપિયાના લેટીસ અને શાકભાજીનું વેચાણ કર્યું છે. લેટીસમાં, તે ઓકલીફ લેટીસ, લોકાર્નો લેટીસ, રેડિકીયો લેટીસ, ફ્રિશિયન લેટીસ સહિતની વિવિધ પ્રજાતિઓ ઉગાડી રહ્યો છે.
આ પણ વાંચો - Sunflower cultivation in Junaghad: જૂનાગઢના ખેડૂતનો અનોખો પ્રયોગ, સૂર્યમુખીની ખેતી કરીને મેળવ્યું સફળ ઉત્પાદન
ઓછા પાણીના વપરાશમાં વધુ નફો - તેઓ જણાવી રહ્યા છે કે, હાઇડ્રોપોનિક ટેક્નોલોજી ખેતી કરવાથી પાણીનો ઓછો વપરાશ થાય છે, જેના કારણ પાણીની બચત પણ થઇ શકે છે. પાણીની થોડી માત્રામાં વધુ ઉત્પાદન મેળવી શકાય થાય છે, વધતા જતા જળ સંકટમાં આ ટેકનિક જળ સંરક્ષણમાં પણ મદદરૂપ સાબિત થશે. આ પદ્ધતિથી ઉગાડવામાં આવતા શાકભાજીના છોડમાં કોઈ રોગ નથી તેમજ ટૂંક સમયમાં ઉત્પાદન વધું પ્રમાણામાં મેળવી શકાય છે.
હાઇડ્રોપોનિક ટેકનોલોજી શું છે - હાઇડ્રોપોનિક એ ગ્રીક શબ્દ છે, જે બે શબ્દોના સંયોજનથી બનેલો છે. હાઈડ્રો એટલે પાણી અને પોનોઝ એટલે શ્રમ. એકસાથે, એક નવો શબ્દ બને છે, જેનો અર્થ થાય છે માટી વગર. એટલે કે, જે ટેકનિકમાં માત્ર પાણીની મદદથી માટી વિના છોડ ઉગાડી શકાય છે તેને હાઇડ્રોપોનિક્સ કહે છે. માટી વગર અને ઓછા પાણી વડે વૃક્ષો અને છોડ ઉગાડવાની આ તકનીકને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. આ ટેકનીકમાં વૃક્ષો અને છોડને પાઇપમાં ચોક્કસ અંતરે છિદ્રો દ્વારા વાવવામાં આવે છે. છોડને પાઈપની અંદરના પ્રવાહી સ્વરૂપમાં જમીનમાંથી મળતા તમામ પોષક તત્વો આપવામાં આવે છે. આ ટેક્નિકની ખાસ વાત એ છે કે તે સામાન્ય કરતાં વધુ ઉપજ આપે છે અને વૃક્ષો અને છોડની વૃદ્ધિ પણ સારી રીતે થાય છે.
વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી ટેકનોલોજી - જેમાં પ્લાસ્ટીકની પાઇપમાં કાણું પાડીને છોડ વાવવામાં આવે છે. તેની સાથે એક મોટર પણ જોડાયેલ છે. જેના કારણે છોડને ચોક્કસ માત્રામાં પાણી મળે છે અને વૃદ્ધિ થતી રહે છે. આ સાથે છોડને આપવામાં આવતા પોષણને આ પાણીમાં નાખવામાં આવે છે. આ ઓછા વિસ્તારમાં વધુ છોડ વાવી શકાય છે. દેશ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી આધુનિક કૃષિ ટેકનોલોજીમાં હાઇડ્રોપોનિક પાઈપોની મોટી ભૂમિકા છે. જેમાં 100 વર્ગ ફુટ ચોરસમાં 200 જેટલા છોડ વાવી શકાય છે. આમાં હવામાન અથવા અન્ય કારણોની કોઈ અસર થતી નથી.