- સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવ્યું ભારત બંધ
- કોંગ્રેસ, આપ સહિતના રાજકીય પક્ષોએ ખેડૂતો ભારત બંધને આપ્યું સમર્થન
- આંદોલનમાં ફરી એક ખેડૂતનું થયું મોત
સોનીપત, હરિયાણા : કુંડલી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં આજે સોમવારે ફરી એક ખેડૂતે જીવ(Kundli border farmer death) ગુમાવ્યો છે. મૃતક ખેડૂત બઘેલરામ (ઉંમર આશરે 55 વર્ષ) જલંધરના રહેવાસી હોવાનું કહેવાય છે. પ્રાથમિક માહિતીમાં હાર્ટ એટેકને મોતનું કારણ કહેવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચુ કારણ બહાર આવશે.
ખેડૂતનું હાર્ટ એટેકના કારણે મોતની આશંકા
ખેડૂત નેતા ગુરનમ સિંહે જણાવ્યું કે, અમારા લડાયક ખેડૂતનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. આ ખેડૂત શરૂઆતથી જ ખેડૂત આંદોલનમાં પોતાનું સહભાગિતા દાખવી આપી રહ્યો હતો અને આ આંદોલન માટે આ એક મોટું નુકસાન છે, પરંતુ જ્યાં સુધી આ ત્રણ કૃષિ કાયદા પરત નહીં આવે, ત્યાં સુધી અમે આંદોલન સમાપ્ત નહીં કરીએ. આ મામલે માહિતી આપતાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં હાર્ટ એટેકના કારણે ખેડૂત બઘેલ રામનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી હતી. પોલીસે ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, આંદોલનને મજબૂત કરવા માટે આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે.
સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધ
ખેડૂતો દ્વારા દેશભરમાં ફરી ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. આજ રોજ દેશભરના ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. ખેડૂતોનું આ ભારત બંધ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં છે. ત્રણેય નવા કૃષિ કાયદાઓને પસાર કર્યાને એક વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. ખેડૂતો આ કાયદાઓની વિરૂદ્ધમાં દિલ્હી સરહદે આશરે એક વર્ષથી ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે. એવામાં સંયુક્ત કિસાનએ આજે દેશભરમાં ભારત બંધની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોર્ચા ઉપરાંત અનેક અન્ય ખેડૂત સંગઠનો પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે. કિસાન સંગઠને કહ્યું હતું કે ભારત બંધ શાંતિપૂર્ણ રહેશે. સવારે છ વાગ્યાથી ભારત બંધ શરૂ કરવામાં આવ્યું અને સાંજે ચાર વાગ્યા સુધી જારી રહેશે. આ દરમિયાન અનેક પ્રકારની અવરજવર પર પ્રતિબંધ રહેશે. કેંદ્ર અને રાજ્ય સરકારના કાર્યાલયો, બજારો, દુકાનો, કારખાના, સ્કૂલો, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની અનુમતી આપવામાં નહીં આવે. ભારત બંધ દરમિયાન એંબ્યુલંસ અને ફાયર સહિતની ઇમર્જન્સી સેવાઓને અનુમતી આપવામાં આવી.
આ પણ વાંચો: