- શાયર મુનવ્વર રાણાની તબિયત બગડી
- મુનવ્વર રાણાને SGPGI લઇ જવામાં આવ્યા
- ક્રેટનિનનું સ્તર વધતાં તબિયત બગડી
- સુમૈયા રાણાએ દુઆઓ કરવા કરી વિનંતી
લખનૌ: જાણીતા શાયર મુનવ્વર રાણાની તબિયત ગુરૂવારના અચાનક બગડી ગઈ. પરિવારે રાજધાની લખનૌ સ્થિત SGPGIમાં તપાસ કરાવી તો ક્રેટનિનનું સ્તર વધેલું નીકળ્યું. મુનવ્વર રાણાની દીકરી સુમૈયા રાણાએ ઈટીવી ભારતને જાણકારી આપતા કહ્યું કે, તેમના પિતા મુનવ્વર રાણાની લાંબા સમયથી PGIમાં સારવાર ચાલી રહી છે. ઉંમરની સાથે કિડની જેવી અનેક સમસ્યાઓથી તેઓ પીડિત છે. ડૉક્ટરોનું કહેવું છે કે, તબિયત દવાથી સ્થિર નહીં થાય તો તેમને ભરતી કરવામાં આવશે.
દીકરી સુમૈયા રાણાએ દુઆ કરવા કહ્યું
જાણીતા શાયર મુનવ્વર રાણાની દીકરી અને સપા નેતા સુમૈયાએ લોકોને તેના પિતાના સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરવા વિનંતી કરી છે. ઈટીવી ભારત સાથે વાત કરતા સુમૈયા રાણાએ કહ્યું કે, તેમના પિતા લાંબા સમયથી અલગ-અલગ બમારીઓનો સામનો કરી રહ્યા છે અને તેમની સારવાર PGIમાં થતી રહી છે. ગુરૂવારના તબિયત બગડતી જોઇને તેમની તપાસ કરાવવામાં આવી, જેમાં ક્રેટનિનું સ્તર ઘણું વધી ગયું હતું. અત્યારે મુનવ્વર રાણાને ડૉક્ટરોએ દવા આપી છે, પરંતુ જો તબિયત સુધરતી નથી તો તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવશે.
છેલ્લા ઘણાં સમયથી વિવાદાસ્પદ નિવેદનોને લઇને મુનવ્વર રાણા ચર્ચામાં
હાલમાં જ પોતાના દીકરાની ધરપકડ બાદ મિડીયા સાથે વાતચીત કરતા પોતાના શાયરાના અંદાજમાં મુનવ્વર રાણાએ કહ્યું હતું કે, "મેરે રાસ્તે મેં જન્નત પડ ગઈ હૈ, મગર મુઝે તેરી જરૂરત પડ ગઈ હૈ." મુનવ્વર રાણાએ આ શેર પીએમ મોદી માટે એ સમયે કહ્યો હતો, જ્યારે ગત દિવસોમાં તેઓ ઘણા પરેશાન હતા. મુનવ્વર રાણા આ પહેલા પણ PGIમાં ભરતી થઈ ચૂક્યા છે અને લાંબા સમય સુધી હૉસ્પિટલમાં રહીને તેમની સારવાર કરવામાં આવી હતી. મુનવ્વર રાણા દેશ જ નહીં, દુનિયામાં પોતાની અલગ ઓળખ રાખે છે. મા વિશેની તેમની શાયરીઓના કરોડો લોકો દીવાના છે. મુનવ્વર રાણા પોતાના નિવેદનોને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે.
વધુ વાંચો: તાલિબાનના સમર્થનમાં મુનાવ્વર રાણાએ કહ્યું - ભારતમાં વધુ ક્રૂરતા, અહિયા રામરાજ નહી, કામરાજ છે
વધુ વાંચો: Munawwar Rana: UP પોલીસે મધ્યરાત્રિએ પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાના ઘરે દરોડા પાડ્યા