ETV Bharat / bharat

બોમ્બ વિશે ખોટી માહિતી આપનારની અયોધ્યા પોલીસે કરી ધરપકડ - સહદતગંજ હનુમાનગઢ મંદિર

અજાણ્યા ફોન દ્વારા અયોધ્યા પોલીસને બાતમી મળી હતી કે, સહદતગંજ હનુમાનગઢ મંદિરમાં બોમ્બ રાખવામાં આવ્યો છે. આ માહિતી મળી ત્યારે મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ હતી. ઉતાવળમાં એસએસપી શૈલેષ પાંડે પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચી મંદિર પરિસર ખાલી કરાવ્યું હતું. પોલીસનું કહેવું છે કે, ડોગ સ્ક્વોડ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદથી મંદિરની સઘન શોધખોળ કરવામાં આવી હતી, હાલમાં કશું મળી આવ્યું નથી.

બોમ્બ વિશે ખોટી માહિતી આપનારની અયોધ્યા પોલીસે  કરી ધરપકડ

author img

By

Published : Jul 25, 2021, 9:35 AM IST

  • હનુમાનગઢ મંદિરમાં બોમ્બ રાખવામાં આવ્યો મળી હતી બાતમી
  • ડોગ સ્ક્વોડ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદથી મંદિરની તપાસ કરાઇ
  • હનુમાનગઢ મંદિરમાં બોમ્બ હોવાના સમાચાર મળતા ખળભળાટ

અયોધ્યા: શનિવારે રાત્રે 9 વાગ્યે અયોધ્યાના સહદતગંજ વિસ્તારમાં આવેલા હનુમાનગઢ મંદિરમાં બોમ્બ હોવાના સમાચાર મળતા ખળભળાટ મચ્યો હતો. પોલીસને એક અજાણ્યા ફોન કોલ દ્વારા બાતમી મળી હતી કે, મંદિરની અંદર બોમ્બ રાખવામાં આવ્યો છે. જ્યારે ગુરુપૂર્ણિમાના તહેવારને કારણે ભંડારા મંદિર પરિસરમાં જઇ રહ્યા હતા અને ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. એસ.એસ.પી. શૈલેષ પાંડે પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચી મંદિર ખાલી કરાવ્યું હતું અને ડોગ સ્ક્વોડ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદથી સમગ્ર મંદિરની સઘન તપાસ કરવામાં આવી હતી.

બોમ્બ વિશે ખોટી માહિતી આપનારની અયોધ્યા પોલીસે  કરી ધરપકડ
બોમ્બ વિશે ખોટી માહિતી આપનારની અયોધ્યા પોલીસે કરી ધરપકડ

રામ શહેર અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ

શનિવારના રોજ ગુરુ પૂર્ણિમાના તહેવારને કારણે રામ શહેર અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ હોઇ છે. આવી સ્થિતિમાં પોલીસ વહીવટી તંત્ર પણ ખૂબ સાવચેતી ભર્યું હતું. લખનઉમાં અલ કાયદાની આનુષંગિક સંગઠનના આતંકીઓના મામલા બાદ અયોધ્યાને ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, શહેરના પ્રતિષ્ઠિત હનુમાન મંદિરમાં બોમ્બ હોવાના સમાચાર મળતાની સાથે જ પોલીસ વહીવટ સજાગ બન્યા હતુ. એસએસપી શૈલેષ પાંડેની ઉપસ્થિતિમાં બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને ડોગ સ્કવોડની ટીમે પરિસરને ઘેરી લીધો હતો. આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો હતો. મંદિરની અંદર ચેકિંગ ઝૂબેશ ચલાવીને મંદિરની બહાર પાર્ક કરેલા વાહનો અને મંદિરની પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કશું મળી આવ્યું નથી.

આ પણ વાંચો: ખેડબ્રહ્મા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જગતજનની જગદંબાને સોનાનું સિંહાસન કરાયું અર્પણ

મંદિરમાં બોમ્બ અંગે ખોટી માહિતી આપનારને કબજે કરાયો

વરિષ્ઠ પોલીસ અધિક્ષક શૈલેષ પાંડેએ જણાવ્યું હતું કે, આ માહિતી મળતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે અમારી એક ટીમ મંદિર પરિસરમાં તપાસ કરી રહી હતી, ત્યારે બીજી ટીમ માહિતી એકઠી કરી રહી હતી. લગભગ એક કલાકમાં જ, મંદિરમાં બોમ્બ અંગે માહિતી આપનારાને પણ કબજે લેવામાં આવ્યો હતો.

બોમ્બ અંગે ખોટા સમાચાર

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, અનિલ નામનો આ યુવક કાનપુરનો રહેવાસી છે. પોલીસે જણાવ્યું કે, તેણે દારૂના નસામાં 112 નંબર પર ફોન કરીને બોમ્બ અંગે ખોટા સમાચાર આપ્યા હતા. સાવચેતી રૂપે, મંદિર પરિસરની તપાસ કરવામાં આવતા તપાસ દરમિયાન કંઇ પણ મળ્યું ન હતુ. બધું સામાન્ય છે યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હનુમાનગઢ મંદિર ખૂબ જ પ્રતિષ્ઠિત છે

શહેરના સાદત ગંજ વિસ્તારમાં આવેલું વિશાળ હનુમાન મંદિર ખૂબ જ પૂજનીય છે. દર શનિવાર અને મંગળવારે અહીં મુલાકાતીઓની ભારે ભીડ રહે છે. આજે શનિવાર હોવાથી અને ગુરુ પૂર્ણિમાનો તહેવાર હોવાથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં બોમ્બના સમાચારોથી સ્થિતિ ગંભીર બની શકે છે. હાલમાં, દરેક વસ્તુ સામાન્ય છે એવી માહિતી મળ્યા પછી, દરેકએ રાહતનો શ્વાસ લીધો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.