ETV Bharat / bharat

કૉવેક્સિન્ટીએમ વિશે હકીકતો, ભારતની પહેલી સ્વદેશી કૉવિડ રસી - ડીસીજીઆઈ

ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરલૉજી (એનઆઈવી) સાથે સહયોગમાં ભારત બાયૉટૅક દ્વારા ભારતની સ્વદેશી કૉવિડ 19 રસી કૉવેક્સિન્ટીએમ વિકસાવાઈ રહી છે. જાણો ભારતની પહેલી સ્વદેશી કોવિડ રસી કેવી રીતે વિકસાવાય છે જેવી અનેક રસપ્રદ વાતો....

કૉવેક્સિન્ટીએમ વિશે હકીકતો
કૉવેક્સિન્ટીએમ વિશે હકીકતો
author img

By

Published : Dec 8, 2020, 9:26 AM IST

  • ભારતની પહેલી સ્વદેશી કોવિડ રસીને ત્રીજા તબક્કાના પરિક્ષણની મંજૂરી
  • ભારત બાયોટેકના ઉચ્ચ નિયંત્રણ વિભાગ BSL-3માં વિકસાવાઈ રહી છે રસી
  • ભારત બાયોટેક વ્યાપક બહુ કેન્દ્રોના દવાખાના પરિક્ષણો કરવામાં અનુભવી છે

ન્યૂઝ ડેસ્કઃ ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરલૉજી (એનઆઈવી) સાથે સહયોગમાં ભારત બાયૉટૅક દ્વારા ભારતની સ્વદેશી કૉવિડ 19 રસી કૉવેક્સિન્ટીએમ વિકસાવાઈ રહી છે. સ્વદેશી, નિષ્ક્રિય રસી ભારત બાયૉટૅકના ઉચ્ચ નિયંત્રણ વિભાગ બીએસએલ-3 (બાયૉસૅફ્ટી સ્તર 3)માં વિકસાવાઈ અને મેન્યુફૅક્ચર કરાઈ રહી છે. કૉવેક્સિન્ટીએમના તબક્કા 1 અને 2ના દવાખાના પરિક્ષણો પરથી વચગાળાનું વિશ્લેષણ સફળ રીતે પૂર્ણ કર્યા પછી ભારત બાયૉટૅકને ભારતના 25 કેન્દ્રોમાં 26 હજાર સહભાગીઓ પર ત્રીજા તબક્કાના પરિક્ષણ માટે ડીસીજીઆઈની મંજૂરી મળી છે.

‘કૉવેક્સિન’ શું છે અને તેને કેવી રીતે વિકસાવાય છે???

બીબીઆઈએલે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરલૉજીની સાથે સહકારમાં રસી ઉમેદવાર વિકસાવી છે. સાર્સ સીઓવી-2 વિકૃતિને એનઆઈવી, પૂણેમાં એકલતામાં રખાઈ પછી ભારત બાયૉટૅકમાં હસ્તાંતરિત કરાઈ. હૈદરાબાદની જિનોમ વેલીમાં આવેલી અતિ નિયંત્રક ઈમારત બીએસએલ-3 (બાયૉ સેફ્ટી સ્તર-3)માં સ્વદેશી, નિષ્ક્રિય રસી વિકસાવાઈ અને મેન્યુફૅક્ચર કરાઈ.

અમેરિકી કંપની સાથે સહયોગ

  • ભારત બાયૉટૅકે અત્યાર સુધીમાં બે અન્ય રસીમાં રોકાણ કરેલું છે: ફ્લૂઝન ઈન્ક અને યુનિવર્સિટી ઑફ વિસ્કૉન્સિન-મેડિસન સાથે સહકારમાં કૉરોફ્લૂ અને પેન્સિલ્વેનિયાના જેફરસન વેક્સિન સેન્ટર (જેવીસી)ના નિર્દેશક મેથિસ શ્નેલ સાથે કૉરોના વાઈરસ દર્દીઓ માટે નિષ્ક્રિય રેબિસ રસી વિકાસાવાઈ છે. બીજી રસી રસપ્રદ છે. 20 મેએ ભારત બાયૉટેકે જેવીસી સાથે તેનો સહકાર તેમ જ અમેરિકા, યુરોપ અને જાપાનને બાદ કરતાં 80 દેશોમાં તેને દવાખાના પરિક્ષણો હાથ ધરવા અને રસી ઉત્પાદિત અને સોંપણી કરવા તેને મળેલા પરવાના વિશે જાહેરાત કરી હતી. 7 એપ્રિલે જેવીસીએ કૉરાવેક્સ નામની આશાસ્પદ રસી ઉમેદવારની જાહેરાત કરી હતી.
  • કૉરાવેક્સ નવા કૉરોના વાઈરસના અટકેલા પ્રોટિનને વહન કરવા માટે નિષ્ક્રિય રેબીસ રસીનો ઉપયોગ કરે છે. અટકેલા પ્રોટિન કોષનું યજમાન બનવા જોડાય છે અને તે ચેપ લગાડે છે, આથી નિષ્ણાતો આશા રાખે છે કે આ રસી શરીરના ભાગ સામે સારો રોગપ્રતિકારક પ્રતિભાવ જન્માવશે. પ્રાણીઓ પર કરાયેલા પ્રાથમિક પરિક્ષણોના પગલે શ્નેલે આ પ્રતિભાવ જાહેર કર્યો હતો. શ્નેલે ઉમેર્યું કે, જેવીસીને ફૉલો-અપ અભ્યાસો પૂર્ણ કરવા વધુ એક મહિનાની જરૂર છે.
  • નવા કૉરોના વાઇરસ માટે રસી સોંપવા માટે રેબીસ રસીનો ઉપયોગ કરવો તે ટૅક્નૉલૉજીનો અંશ છે, જેને સંશોધનોએ મર્સ અને સાર્સ સામે ઉપયોગ માટે સંપૂર્ણતા આપી હતી.
  • 2019ની શરૂઆતમાં, ભારત બાયૉટૅકે ગ્લેક્સોસ્મિથક્લિન તરફથી શિરોન બેરિંગ વેક્સિન્સ પ્રા. લિ. હસ્તગત કરી હતી અને વર્ષે 1.5 લાખ એકમ રેબીસ રસીનું ઉત્પાદન વધાર્યું. આથી કંપનીની પાસે આ રસીનું બહોળું ઉત્પાદન કરવા માટેની ક્ષમતા પહેલેથી છે.

નજર કરીએ દવાખાનાનાં પરિક્ષણોની સ્થિતિ પર...

  • ભારતીય તબીબી સંશોધન પરિષદ સાથે ભારત બાયૉટૅક ભારતની પહેલી સ્વદેશી રસી વિકસાવી રહી છે. કૉવેક્સિન નામ સાથે જાણીતી રસી ઉમેદવાર હાલમાં એઇમ્સ, દિલ્લી સહિત અનેક સ્થાનો પર ત્રીજા તબક્કાના પરીક્ષણોમાંથી પસાર થઈ રહી છે. તાજેતરના અહેવાલો અનુસાર, કંપનીએ કહ્યું કે, તેઓ રસી માટે 60 ટકા અસરકારકતાનું ધ્યેય રાખે છે, જેના પછી તે 2021ની મધ્યમાં બહાર મૂકાશે.
  • ત્રીજું પરિક્ષણ 2021ની શરૂઆતમાં કદાચ પૂર્ણ થઈ જશે. સૌથી અગત્યની બાબત એ છે કે, ભારત પોષાય તેવી બાયૉટૅક રસી પર કામ કરી રહ્યું છે. આથી એ અપેક્ષિત છે કે કૉવેક્સિન વિશ્વમાં સૌથી સસ્તી રસી હોઈ શકે છે.
  • બીજા એક અહેવાલ મુજબ, ભારત બાયૉટૅક નવ અન્ય રસીઓ સાથે ઓડિશામાં કૉવિડ-19 રસી કૉવેક્સિનનું મેન્યુફેક્ચર કરશે.

જાણો.. ભારત બાયૉટૅક વિશે

  • ભારત બાયૉટૅકે 140 કરતાં વધુ વૈશ્વિક પેટન્ટ, 16 કરતા વધુ રસીઓના વ્યાપક ઉત્પાદન વર્ગ, ચાર બાયો થેરાપ્યુટિક, 116 કરતા વધુ દેશોમાં નોંધણીઓ અને WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા) પૂર્વ લાયકાત સાથે નવીનતામાં અદ્ભુત ઉપલબ્ધીઓ મેળવી છે. જિનોમ વેલીમાં આવેલી અને વૈશ્વિક બાયૉટૅક ઉદ્યોગ માટેના કેન્દ્ર ભારત બાયૉટેકે વિશ્વ વર્ગ શ્રેણીની રસી અને બાયૉ થેરાપ્યૂટિક્સ, સંશોધન અને ઉત્પાદન વિકાસ, બાયૉ સૅફ્ટી સ્તર-3 મેન્યુફેક્ચરિંગ અને રસીની પૂર્તિ અને વિતરણનું નિર્માણ કર્યું છે.
  • વિશ્વભરમાં રસીની 4 અબજ માત્રાથી વધુની સોંપણી કરનાર ભારત બાયૉટૅક નવીનતામાં નેતૃત્વ કરે છે અને તેણે એચવનએનવન, રોટા વાઈરસ, જાપાનીઝ એન્સેફેલિટિસ, રેબીઝ, ચિકનગુનિયા, ઝિકા અને ટાયફોઈડ માટે વિશ્વની પ્રથમ સંબંદ્ધ રસી વિકસાવી છે.
  • કંપની વ્યાપક બહુ કેન્દ્રોના દવાખાના પરિક્ષણોને હાથ ધરવામાં કંપની અનુભવી છે. તેણે વૈશ્વિક રીતે 3 લાખ પાત્રો પર 75 કરતા વધુ પરિક્ષણો પૂર્ણ કર્યાં છે. પોલિયો, રોટા વાઈરસ અને ટાયફૉઇડ ચેપ સામે લડવા માટે કંપનીની વૈશ્વિક સામાજિક નવીનતા કાર્યક્રમો પ્રત્યે પ્રતિબદ્ધતા અને જાહેર-ખાનગી ભાગીદારીથી પંથભંજક ‘WHO’ દ્વારા પૂર્વ લાયકાત પ્રાપ્ત રસીઓ અનુક્રમે બાયૉપૉલિયો®, રોટાવેક® અને ટાઈપબાર ટીસીવી® દાખલ કરી હતી. ભારત બાયૉટૅકે પરવાના પ્રાપ્ત જાપાનીઝ એન્સેફેલેટિસ રસી જેનવેક® વિકસાવવામાં એનઆઈવી-આઈસીએમઆર સાથે સફળ ભાગીદારી કરી હતી. અંકલેશ્વર ખાતે રેબિસ વેક્સિન ઈમારત શિરોન બેહરિંગના તાજા હસ્તગતીકરણથી ભારત બાયૉટૅકને વિશ્વમાં સૌથી મોટી રેબિસ રસી મેન્યુફૅક્ચર તરીકે મૂકી દીધી છે.

સ્રોત : માધ્યમના અહેવાલો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.