પંજાબ ગુરુ નાનક દેવ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગમાં પ્રેક્ટિકલ દરમિયાન અચાનક વિસ્ફોટ (Blast in Guru Nanak Dev University in amritsar) થયો હતો. જેમાં અનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં એક વિદ્યાર્થીની હાલત નાજુક (A student condition is critical) છે. વિદ્યાર્થિનીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાર્થીઓ રેફ્યુજ ડ્રાઇવ ફ્યુઅલની (RDF) પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
આ પણ વાંચો બિલ્ડિંગ બ્લાસ્ટ એક્સપર્ટ દત્તાએ કહ્યું માત્ર 9 સેકન્ડમાં ટ્વીનટાવર ખતમ
ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાં થયો બ્લાસ્ટ ઘટના ગુરુ નાનક દેવ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગની છે. બાદમાં બપોરે રસાયણશાસ્ત્ર વિભાગની લેબમાં વિદ્યાર્થીઓ કેમિકલ સાથે પ્રેક્ટિકલ કરી રહ્યા હતા. તે RDF એટલે કે વેસ્ટ મટિરિયલમાંથી ઈંધણ તૈયાર કરવા માટે પ્રેક્ટિકલ કરી રહ્યા હતા. આ દરમિયાન ખોટી રાસાયણિક પ્રતિક્રિયા થઈ અને જોરદાર વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન પ્રેક્ટિકલ કરતી મુસ્કાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે લેબમાં ઉભેલા અનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો તાલિબાનીઓના દેશની મસ્જિદમાં વિસ્ફોટ થતાં 20નાં મોત
વિદ્યાર્થિની ICUમાં છે દાખલ મુસ્કાનના ક્લાસમેટ્સનું કહેવું છે કે, બ્લાસ્ટ સમયે તે તેની સૌથી નજીક હતી. જેના કારણે તેણી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેને તાત્કાલિક અમનદીપ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને ICUમાં રાખવામાં આવી છે. વિભાગના શિક્ષકોનું કહેવું છે કે, મુસ્કાનની સારવાર ચાલી રહી છે અને તેના પરિવારને જાણ કરવામાં આવી છે.