નવી દિલ્હીઃ ભારતે કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીના આરોપને રદિયો આપ્યો છે. કેનેડાના વિદેશ પ્રધાને કહ્યું હતું કે, કેનેડાના 41 ડિપ્લોમેટ્સની રાજકીય આઝાદીને રદ કરવી તે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નથી. ભારતે આ નિર્ણય વિયેના કન્વેન્શન અનુસાર લેવાયો હોવાનો દાવો કર્યો છે. મંત્રાલય જણાવે છે કે દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિ, ભારતમાં કેનેડિયન ડિપ્લોમેટ્સની વધુ સંખ્યા અને દેશના આંતરિક મામલામાં તેમનો વધતો હસ્તક્ષેપ નવી દિલ્હી અને ઓટાવામાં પારસ્પરિક રાજકીય ઉપસ્થિતિમાં ડિપ્લોમેટ્સની સમાન સંખ્યા (સમાનતા)ને ઝંખે છે.
-
Parity in Canadian diplomatic presence in India:https://t.co/O1fqsrOx8n pic.twitter.com/WxJojOrr5D
— Arindam Bagchi (@MEAIndia) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Parity in Canadian diplomatic presence in India:https://t.co/O1fqsrOx8n pic.twitter.com/WxJojOrr5D
— Arindam Bagchi (@MEAIndia) October 20, 2023Parity in Canadian diplomatic presence in India:https://t.co/O1fqsrOx8n pic.twitter.com/WxJojOrr5D
— Arindam Bagchi (@MEAIndia) October 20, 2023
કેનેડા સાથે સમાનતા માટે ગયા મહિને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેનેડાની રાજકીય ઉપસ્થિતિમાં સમાનતા લાગુ કરવાનો નિર્ણય વિયેના કન્વેન્શનના અનુચ્છેદ 11.1 અનુસાર છે. અનુચ્છેદ 11.1 અંતર્ગત પ્રાપ્તકર્તા રાજ્યની પરિસ્થિતિઓ અનુસાર વિશેષ મિશનની જરુરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ.
અમે ડિપ્લોમેટ્સની સંખ્યા સમાન કરવાના નિર્ણય મુદ્દે કેનેડાના દરેક આક્ષેપને રદિયો આપીએ છીએ. ભારતના કુલ 21 ડિપ્લોમેટ્સ કેનેડામાં છે જ્યારે કેનેડાના કુલ 62 ડિપ્લોમેટ્સ ભારતમાં છે. જે નવી દિલ્હી, મુંબઈ, ચંદીગઢ અને બંગાલુરુમાં તેમની એમ્બેસીમાં ફેલાયેલા છે.
ભારત અને કેનેડા વચ્ચે ટ્રુ઼ડોના નિવેદન બાદ તણાવ ફેલાયો છે. આ નિવેદનમાં ટ્રુડોએ કેનેડામાં માર્યા ગયેલા શીખ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટનો હોવાનો દાવો કર્યો હતો. ગયા મહિને ભારતે કેનેડાને પોતાના 41 ડિપ્લોમેટ્સ ભારતમાંથી પરત લેવા માટે કહ્યું હતું. જી20 શિખર સમ્મેલનમાં ભાગ લઈને ગયા બાદ ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત પર આરોપ લગાડ્યો હતો.
ટ્રુડોના આરોપ બાદ તરત જ કેનેડિયન વિદેશ પ્રધાને કેનેડા સ્થિત વરિષ્ઠ ભારતીય ડિપ્લોમેટ્સને કેનેડા છોડી દેવા હુકમ કર્યો હતો. કેનેડાએ આ ડિપ્લોમેટનું નામ જાહેર કરીને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રોટોકોલનું પણ ઉલ્લંઘન કર્યુ હતું. ઈંટનો જવાબ પત્થરથી આપવાના ન્યાયે ભારતે પણ કેનેડાના એક વરિષ્ઠ ડિપ્લોમેટ કૈમરુન મૈકને ભારત છોડવાનો આદેશ કર્યો. તેમજ નવી દિલ્હીમાં કાર્યરત વરિષ્ઠ કેનેડાના ડિપ્લોમેટને દેશ છોડવાનો આદેશ કર્યો હતો. નવી દિલ્હીએ ટ્રુડોના આરોપોને પાયાવિહોણા અને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા હતા.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આવા પાયાવિહોણા આરોપોથી ખાલીસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. આ આતંકવાદીઓને કેનેડામાં આશ્રય આપીને ભારતની સંપ્રુભતા અને અખંડિતતા માટે ખતરો પેદા કરવામાં આવ્યો છે. આ મુદ્દે કેનેડિયન સરકારની લાંબા સમયની નિષ્ક્રિયતા ચિંતાનો વિષય છે. ખાલીસ્તાની સમર્થકો પ્રત્યે કેનેડિયન રાજકારણીઓનું સમર્થન ખરેખર ચિંતાજનક છે.
ટ્રુડોના પાયાવિહોણા આરોપ બાદ ભારતે કેનેડામાં વસતા ભારતીયોની સુરક્ષા સંદર્ભે કેનેડિયન નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું. આ ઉપરાંત ભારતે 41 કેનેડિયન ડિપ્લોમેટ્સને ભારત છોડવાનો આદેશ પણ કર્યો હતો. તેમજ બંને દેશોમાં એકબીજાના ડિપ્લોમેટ્સની સંખ્યા સમાન હોવી જોઈએ તેના પર ભાર મુક્યો હતો.
41 ડિપ્લોમેટ્સની રાજકીય આઝાદી રદ કર્યા બાદ જોલીએ જણાવ્યું કે 41 ડિપ્લોમેટ્સની રાજકીય આઝાદી રદ કરી તે અભૂતપૂર્વ છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. તેમણે પોતાનું આ નિવેદન 41 ડિપ્લોમેટ્સને અને તેમના પરિવારોને ભારતથી પરત બોલાવી લીધા બાદ જણાવી હતી.
નવી દિલ્હી સ્થિત સ્વતંત્ર થિંક ટેન્ક ઈમેજ ઈન્ડિયાના અધ્યક્ષ અને ભારત-કેનેડાના સંબંધો પર બારીક નજર રાખતા રોબિંદર સચદેવે ઈટીવી ભારતને જણાવ્યું કે, કેનેડિયન ડિપ્લોમેટ્સ ભારતના કિસાન આંદોલન જેવા સંવેદનશીલ મુદ્દે જાણકારી એકત્ર કરવામાં સામેલ હતા. તેઓ આ જાણકારી ઓટાવા મોકલતા હતા જે ભારત સંદર્ભે વિદેશનીતિ બનાવે છે.
ડિસેમ્બર 2021માં કિસાન આંદોલનના કેટલાક અઠવાડિયા બાદ ટ્રુડોએ વિરોધ પ્રદર્શનનું સમર્થન કર્યુ હતું. ટ્રુડોએ કહ્યુ કે શાંતિ પૂર્ણ વિરોધ પ્રદર્શનની સાથે છે કેનેડા અને કિસાન આંદોલન મુદ્દે ટ્રુડોએ ચિંતા પણ વ્યક્ત કરી હતી. ભારત સત્વરે ટ્રુડોના નિવેદનને રદિયો આપ્યો અને ભારતના આંતરિક મામલે નિવેદન ચલાવી લેવાશે નહીં તેમ કહ્યું હતું.
સચદેવ આગળ જણાવે છે કે કેનેડિયન ડિપ્લોમેટ્સ જે જાણકારી એકત્ર કરે છે તે ભેદભાવ ભરેલી હતી. આ જાણકારીઓમાં ખાલીસ્તાન સંબંધી બાબતો પણ હતી જેનું સમર્થન કેનેડા સરકાર કરે છે.
ઉસનશ ફાઉન્ડેશન થિંક ટેન્કના ડાયરેક્ટર, સંસ્થાપક અને સીઈઓ જે ખાલીસ્તાની ચળવળ પર બારીક નજર રાખે છે તેવા અભિનવ પંડ્યા જણાવે છે કે વધુમાં વધુ ખાલીસ્તાની કાર્યકર્તા કેનેડાના રાજકારણની મુખ્ય ધારામાં પ્રવેશ કરી રહ્યા છે. આ સંબંધે તેમણે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીનો ઉલ્લેખ પણ કર્યો હતો. જે ટ્રુડોની સહયોગી પાર્ટી છે. એનડીપી નેતા જગમિત સિંહ ખાલીસ્તાની ચળવળના ખ્યાતનામ સમર્થક છે.