ETV Bharat / bharat

BSFના અધિકારક્ષેત્રમાં વધારો એ પંજાબ પોલીસની સત્તા પર અતિક્રમણ નથી- સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે બીએસએફની આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિલોમીટરની ત્રિજ્યાને યોગ્ય ઠેરવી છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી પંજાબ પોલીસની અધિકાર ક્ષેત્ર પર કોઈ અતિક્રમણ નથી. Supreme Court,Punjab Police,Solicitor General Tushar Mehta, Punjab government,BSF jurisdiction

EXPANSION OF BSF JURISDICTION DOESNOTT TAKE AWAY POWER OF PUNJAB POLICE OBSERVES SC

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 5:46 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે મૌખિક રીતે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ની સર્ચ ઓપરેશન, જપ્તી અને ધરપકડના અધિકારક્ષેત્રને (BSF jurisdiction) 15 કિમીથી 50 કિમી સુધી વધારવાનો કેન્દ્ર સરકારનો નિર્ણયથી પોલીસના અધિકાર ક્ષેત્રનું ઉલ્લંઘન થયું નથી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે પંજાબ સરકારની 2021ની અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી (Supreme Court Punjab Police) હતી.

તેમણે કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા (Solicitor General Tushar Mehta) અને પંજાબ સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ શાદાન ફરાસતને સાથે બેસીને જે મુદ્દાઓ પર બેન્ચે નિર્ણય લેવાનો છે તેના પર સંયુક્ત રીતે નિર્ણય લેવા જણાવ્યું હતું. ખંડપીઠે કહ્યું, 'બંને પક્ષો એકબીજા સાથે ચર્ચા કરશે જેથી આગામી તારીખ પહેલા સમાધાન થઈ શકે.' તેમણે કહ્યું કે પંજાબના એડવોકેટ જનરલ આ બેઠકમાં ભાગ લઈ શકે છે.

મુખ્ય ન્યાયાધીશે રેકોર્ડનો અભ્યાસ કર્યા બાદ પ્રથમ દૃષ્ટિએ કહ્યું કે ત્યાં સમવર્તી શક્તિઓ છે જેનો ઉપયોગ BSF અને રાજ્ય પોલીસ (Punjab Police) બંને દ્વારા કરી શકાય છે. તેમણે કહ્યું, 'પંજાબ પોલીસ પાસેથી તપાસની સત્તા લેવામાં આવી નથી.' સોલિસિટર જનરલે ટૂંકી સુનાવણીમાં જણાવ્યું હતું કે તમામ સરહદી રાજ્યોમાં બીએસએફનો અધિકારક્ષેત્ર છે. તેમણે કહ્યું કે, ગુજરાત જેવા રાજ્યોમાં બીએસએફનું કાર્યક્ષેત્ર 80 કિલોમીટર સુધી હતું, જે હવે તમામ સરહદી રાજ્યોમાં એકસમાન 50 કિલોમીટર છે.

  1. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ રાજ્યપાલને સીએમ સાથે વાત કરવા જણાવ્યું, કહ્યું બિલની હત્યા ન કરી શકાય
  2. ટીડીપી નેતા એન ચંદ્રાબાબુ નાયડુને સુપ્રીમ કોર્ટે આપી રાહત, ફાઈબરનેટ કેસની સુનાવણી 12 ડીસેમ્બર સુધી ટળી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.