- 2021માં કુલ 5 રાજ્યોમાં યોજાઈ હતી વિધાનસભાની ચૂંટણી
- પ. બંગાળમાં સૌથી વધુ 8 તબક્કામાં યોજાયું હતું મતદાન
- 2 મે ના રોજ જાહેર થશે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ
હૈદરાબાદ: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ હવે એક્ઝિટ પોલનો અંદાજ સામે આવ્યો છે. ચાલો એક નજર કરીએ કે જુદી જુદી સર્વે એજન્સીઓ અને ચેનલોએ પાંચ રાજ્યોમાં કઇ પાર્ટીને કેટલી બેઠકો મળશે તેનું અનુમાન લગાવ્યું છે.
એક્ઝિટ પોલમાં શું પરિસ્થિતિ છે બંગાળની?
ABP તેમજ સી-વોટર એક્ઝિટ પોલ અનુસાર પશ્ચિમ બંગાળમાં કુલ 292 બેઠકો પૈકી તૃણમૂલ કોંગ્રેસને 152થી 164 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે, ભાજપને 109થી 121 અને કોંગ્રેસને 14થી 25 સીટો મળશે, તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. TMCને 42.1 ટકા, ભાજપને 39.1 ટકા અને કોંગ્રેસને 15.4 ટકા વોટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ટાઈમ્સ નાઉ અને સી-વોટર એક્ઝિટ પોલ અનુસાર, બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સત્તા હાંસલ કરશે. TMCને 158, ભાજપને 115 અને લેફ્ટ-કોંગ્રેસને 19 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અસમ અને તમિલનાડુમાં કોની સરકાર બનશે?
ઇન્ડિયા ટૂડે અને એક્સિસ માય ઈન્ડિયા પ્રમાણે અસમમાં ભાજપને 75થી 85, કોંગ્રેસને 40થી 50 અને 'અન્ય'ને 4 બેઠકો મળવાની સંભાવના છે. રિપબ્લિક-CNX અનુસાર, તમિલનાડુમાં DMK ગઠબંધનને 160-170 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સત્તાધારી દળ AIDMKને 58-68 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અન્ય એજન્સીઓના અનુમાન
- આસામ
એજન્સી | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
ઈન્ડિયા ટૂડે એક્સેસ માય ઈન્ડિયા | 75-85 | 40-50 | 1-4 |
સી વોટર | 65 | 59 | 2 |
ટૂડેઝ ચાણક્ય | 61-79 | 47-65 | 0-3 |
સીએનએક્સ | 74-84 | 40-50 | 1-3 |
જન કી બાત | 68-78 | 48-58 | 0 |
- કેરળ
એજન્સી | એલડીએફ | યૂડીએફ | ભાજપ+ | અન્ય |
ઈન્ડિયા ટૂડે એક્સેસ માય ઈન્ડિયા | 104-120 | 20-36 | 0-2 | 0-2 |
સી વોટર | 74 | 65 | 1 | 0 |
ટૂડેઝ ચાણક્ય | 93-111 | 26-44 | 0-6 | 0-3 |
સીએનએક્સ | 72-80 | 58-64 | 1-5 | 0 |
જન કી બાત | - | - | - | - |
- તમિલનાડુ
એજન્સી | એઆઈએડીએમકે+ | ડીએમકે+ | એએમએમકે+ | એમએનએમ+ |
ઈન્ડિયા ટૂડે એક્સેસ માય ઈન્ડિયા | 38-54 | 175-195 | 1-2 | 0-2 |
સી વોટર | 64 | 166 | 1 | 1 |
ટૂડેઝ ચાણક્ય | 46-68 | 164-186 | 0 | 0-8 |
સીએનએક્સ | 58-68 | 160-170 | 4-6 | 0-2 |
જન કી બાત | 102-123 | 110-130 | 0 | 1-2 |
- પુડ્ડુચેરી
એજન્સી | ભાજપ+ | કોંગ્રેસ+ | અન્ય+ |
ઈન્ડિયા ટૂડે એક્સેસ માય ઈન્ડિયા | 20-24 | 6-10 | 0-1 |
સી વોટર | 19-23 | 6-10 | 1-2 |
ટૂડેઝ ચાણક્ય | -- | -- | -- |
સીએનએક્સ | 16-22 | 11-13 | 0-0 |
જન કી બાત | 19-24 | 6-11 | 0-0 |
- પશ્ચિમ બંગાળ
એજન્સી | ભાજપ | ટીએમસી | ડાબેરી+ | અન્ય |
ઈન્ડિયા ટૂડે એક્સેસ માય ઈન્ડિયા | 134-160 | 130-156 | 0-2 | 0-1 |
સી વોટર | 109-121 | 152-164 | 14-25 | 0-0 |
ટૂડેઝ ચાણક્ય | 97-119 | 169-191 | 0-4 | 0-3 |
સીએનએક્સ | 138-148 | 128-138 | 11-21 | 0-0 |
જન કી બાત | 150-162 | 118-134 | 10-14 | 0-0 |
ક્યા રાજ્યમાં ક્યારે થયું હતું મતદાન ?
- પશ્ચિમ બંગાળની 292 વિધાનસભા બેઠકો પર જુદા જુદા 8 તબક્કામાં મતદાન થયું હતું.
- અસમની 126 બેઠકો પર જુદા જુદા 3 તબક્કામાં મતદાન થયું હતું.
- તમિલનાડુની 234 બેઠકો માટે એક જ તબક્કામાં 6 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું.
- કેરળની 140 અને પુડ્ડુચેરીની 30 બેઠકો પર એક જ તબક્કામાં 6 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું.